તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
ચાલતી કારમાં પતિ સાથે રોમાન્સ કરવો પત્નીને ભારે પડયો, આરટીઓની
નજર પડતા મોટો દંડ ફટકાર્યો મહિલા કાર ડ્રાઈવ કરી રહેલા પતિના ખોળામાં સૂઈ જાય છે

કાનપુર તા.રરઃ હાલમાં લોકો પર સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાનું ભૂત વળગ્યું હોય તેવું લાગી રહ્યું છે. જ્યારથી સોશિયલ મીડિયાનું મોનેટાઈઝેશન થયું છે, લોકો એવા એવા કન્ટેન્ટ લઈને આવી રહ્યા છે, જેના કારણે લોકોનું ધ્યાન આકર્ષિત થાય. તેના માટે ઘણી વાર લોકો પોતાના જીવનને પણ ખતરામાં નાખતા અચકાતા નથી. કાનપુરના ઔરૈયાની રહેવાસી એક મહિલાને પોતાનો રીલ બનાવવાનો શોખ ભારે પડ્યો છે. તેમના દ્વારા અપલોડ કરવામાં આવેલી રીલ્સ જોયા બાદ આરટીઓ કાનપુરે મોટો મેમો પકડાવી દીધો છે.
મહિલાએ ઔરૈયાના બુંદેલખંડ એક્સ-ેસવે પર કેટલીય રીલ્સ બનાવીને શેર કરી છે. તેમાં કેટલીય મહિલા બોનટ પર ઊભી થઈને ડાન્સ કરતી દેખાઈ રહી છે, જ્યારે એક વીડિયોમાં કાર ડ્રાઈવ કરી રહેલા પતિના ખોળામાં સૂઈ જાય છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી રીલ્સ પર કાનપુર નગર આરટીઓની નજર પડી ગઈ. જે બાદ મહિલાને મેમો પકડાવી દીધો છે. મહિલા પર તો ઠીક પણ તેના પતિ પર પણ દંડ લાગ્યો છે.
સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર મહિલાના કેટલાય વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. મોટા ભાગના વીડિયોમાં મહિલા કારના બોનટ પર બેઠેલી દેખાઈ રહી છે. મહિલાને ડાન્સ કરતી જોઈ શકાય છે. લોકોએ મહિલાને ભાભી કહેવાનું શરૂ કરી દીધું છે. લોકોએ આ રીલબાજ ભાભી પર ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે. તેના કારણે મહિલાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમાંથી એક વીડિયો પર આરટીઓની નજર પડી ગઈ. જે બાદ મહિલાની મુશ્કેલીઓ વધવાની શરૂ થઈ ગઈ છે.
હાઈવે પર આવી રીતે રીલ્સ બનાવવાના કારણે આરટીઓએ મહિલા પર સાડા બાવીસ હજારનો દંડ ફટકાર્યો છે. અત્યાર સુધી મળતી માહિતી અનુસાર કાર ઔરેયાના બારામઉપુરના ઉપેન્દ્ર સિંહ ચૌહાણની છે. આરટીઓએ તેમના પર પણ પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. સાથે જ એક્સરપ્રેસ ડે પર બોનટ પર ઊભા રહીને ડાન્સ કરવા બદલ પબ્લિકની સુરક્ષા પર ખતરો ગણાવી અલગથી પાંચ હજારનો ફાઈન લગાવ્યો છે.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
