<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

વધુ ર૦૦૦ રૂા.ના ઉછાળા સાથે સોનુ ૧,૦ર,૨૦૦ ની નવી ટોચે

ટેરીફ વોર બાદ સોનામાં ૧૦ ગ્રામે છેલ્લા એક માસમાં ૧૭૦૦૦ રૂા.નો તોતીંગ ઉછાળો : નવી ખરીદી ઠપ્‍પ : જુના દાગીનાનું મોટા પાયે વેચાણ

રાજકોટ, તા., રરઃ સોનાના ભાવે ૧ લાખ રૂપીયાની મેજીક સપાટી વટાવ્‍યા બાદ તેજીનો દોર યથાવત રહયો છે. આજે વધુ ર૦૦૦ રૂા.નો ઉછાળો થતા સોનાના ભાવે ૧,૦ર,ર૦૦ ની નવી સપાટી બનાવી છે.

બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે આજે સ્‍થાનીક બજારમાં સોનામાં વધુ ર૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે રાત્રે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)  ૧,૦૦,ર૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૦ર,ર૦૦ રૂા.ની નવી ઐતિહાસિક સપાટીએ ભાવ પહોંચ્‍યા છે.  સોનાના બિસ્‍કીટમાં એક જ ઝાટકે ર૦,૦૦૦ રૂા. વધી ગયા છે. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૦,૦ર,૦૦૦ હતા તે વધીને ૧૦,૨ર,૦૦૦  થયા છે. ચાંદીના ભાવમાં ખાસ કોઇ વધઘટ ન હતી. ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૯૮,પ૦૦ રૂા. હતા.

અમેરીકાના પ્રમુખ ટ્રમ્‍પની ટેરીફ નીતી બાદ સોનાના ભાવમાં રોકેટ ગતીએ ઉછાળો થયો છે. ટ્રમ્‍પની ટેરીફ નીતી જાહેર થઇ ત્‍યારે સોનુ ૧૦ ગ્રામના ભાવ ૮પ,૦૦૦ રૂા. હતા તે વધીને ૧,૦ર,ર૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા છે. છેલ્લા એક માસમાં સોનામાં ૧૦ ગ્રામે ૧૭,૦૦૦ અને સોનાના બિસ્‍કીટે ૧,૭૦,૦૦૦ નો તોતીંગ ઉછાળો થયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્‍યું હતું.

સોનાના ભાવે ૧ લાખની સપાટી વટાવતા  ગરીબ વર્ગ માટે સોનુ ખરીદવું  મુશ્‍કેલ બન્‍યું છે. સોનાના ભાવો હાઇએસ્‍ટ સપાટીએ પહોંચતા ઝવેરીબજારમાં નવી ખરીદી ઠપ્‍પ થઇ ગઇ છે. બીજી બાજુ સોનાના ભાવો વધતા જુના દાગીનાનું મોટા પાયે વેચાણ થઇ રહયું છે.

(12:17 PM IST)