<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

ખડગેની જનસભામાં ભીડ એકઠી ન થતા કોંગ્રેસ નારાજ

બક્‍સરના જિલ્લા અધ્‍યક્ષ સસ્‍પેન્‍ડ

બક્‍સર તા.રરઃ બિહારના બક્‍સરમાં કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગેની જનસભા યોજાઈ હતી, જેમાં એપેક્ષિત ભીડ એકઠી ન થતા કોંગ્રેસે કાર્યવાહી કરી છે. પ્રદેશ કોંગ્રેસ કમિટીએ બક્‍સર જિલ્લાના અધ્‍યક્ષ મનોજ કુમાર પાંડે ને પદ પરથી સસ્‍પેન્‍ડ કરી દીધા છે. એવું કહેવાય છે કે, ખડગેની સભા માટે વ્‍યાપક તૈયારી કરાઈ હતી, જોકે સભા સ્‍થળે ઘણા ઓછા લોકો પહોંચ્‍યા હતા, જેના કારણે પાર્ટી નારાજ થઈ છે. પાર્ટીએ આ બેદરકારીને ગંભીરતાથી સસ્‍પેન્‍ડની કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર આગામી બિહાર વિધાનસબા ચૂંટણીમાં કોઈ સમસ્‍યા ઉભી ન થાય, તેને ધ્‍યાને રાખી ટૂંક સમયમાં બક્‍સર જિલ્લા સંગઠનમાં નવી નિમણૂક કરાશે.

રવિવારે કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બિહારના બક્‍સરના દલસાગર સ્‍ટેડિયમમાં આયોજિત જય બાપુ, જય ભીમ, જય સંવિધાન રેલીઁને સંબોધિત કરતાં નીતિશ કુમાર અને બીજેપીના ગઠબંધનની ટીકા કરી હતી. ખડગેએ નીતિશ કુમાર સત્તા માટે વારંવાર પલટી મારતાં હોવાનો આક્ષેપ કર્યો હતો. ખડગેએ કહ્યું કે, બિહારમાં મુખ્‍યમંત્રી નીતિશ કુમાર અને ભાજપનુ ગઠબંધન નકામું છે. આ બંને ગઠબંધન માત્ર સત્તા માટે એક-બીજાની સાથે છે. નીતિશ કુમાર ખુરશી માટે વારંવાર ગઠબંધન બદલી નાખે છે.

(4:07 PM IST)