<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

ઇન્દોરમાં ફરી કોરોનાનો પ્રકોપ! : એક મહિલાનું મોત : યુવકની સારવાર ચાલુ

ઇન્દોરમાં કોરોનાથી મૃત્યુ પામનાર 74 વર્ષીય મહિલા કિડનીની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હતી : બે નવા કેસ મળ્યા બાદ આરોગ્ય વિભાગ એલર્ટ

ઇન્દોર  : મધ્ય પ્રદેશના ઇન્દોરમાં કોરોના મહામારી (Covid-19)ના બે દર્દીઓની પુષ્ટિ થઈ છે. આમાં એક પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે સંક્રમિત યુવકની અરબિંદો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

હજી સુધીની માહિતી અનુસાર, બંને દર્દીઓ ઇન્દોરના જ છે. 74 વર્ષીય મહિલા કિડનીની બીમારીથી પીડિત હતી, જ્યારે યુવક લાંબા સમયથી શરદી-ખાંસીથી પીડિત હતો.

યુવકને હોસ્પિટલના અલગ વોર્ડમાં રાખવામાં આવ્યો છે અને તેની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. કોરોના વાયરસ નિવારણની તમામ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવી રહ્યું છે.

અરબિંદો હોસ્પિટલના ડિરેક્ટર ડો. વિનોદ ભંડારીએ જણાવ્યું હતું કે કેટલાક દર્દીઓમાં શરદી-ખાંસી જલ્દી ઠીક થતી નથી. આવા કિસ્સાઓમાં તેમની એક વિશેષ ફ્લૂ પેનલ તપાસ કરવામાં આવે છે, જેમાં અનેક પ્રકારની તપાસોનો સમાવેશ થાય છે. આમાં કોવિડની પણ તપાસ કરવામાં આવે છે. આ તપાસમાં યુવક કોવિડ પોઝિટિવ જણાયો હતો. તેને અલગ વોર્ડમાં આઇસોલેટ કરવામાં આવ્યો છે અને તેની હાલત હવે ઠીક છે.

 

(12:34 PM IST)