તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
અમરેલી પાસે વિમાન તૂટી પડયું: પાયલોટનું મોત :બે ઇજાગ્રસ્ત : જુઓ વિડિઓ
ખાનગી વિઝન કંપનીનું વિમાન નીચે પડતા વૃક્ષ પાસે બાંધેલ બે વાછરડીનો પણ ભોગ લેવાયો : ઉપરથી પડયા બાદ વિમાન અગ્નિગોળો બન્યું : ગિરીયા રોડ ઉપર રહેણાંક વિસ્તારમાં દૂર્ઘટનાથી લોકોના ટોળેટોળા ઘટના સ્થળે : ખાનગી પાયલોટ ટ્રેનીંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયુ

તસ્વીરમાં ભસ્મીભૂત વિમાન, અગનજવાળા નજરે પડે છે. (તસ્વીરઃ અરવિંદ નિર્મળ-અમરેલી)
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. રર : અમરેલીના ચિતલ રોડ ઉપર આવેલા ગીરીયા ગામ નજીક રહેણાંક વિસ્તારમાં ફલાઇંગ સ્કુલનું વિમાન તૂટી પડતા પાયલોટ અનિેકેતન મહાજનનું મોત થયું છે. જયારે ર વ્યકિતને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવથી હાહાકાર મચી ગયો છે અને ઘટના સ્થળે ગામના લોકોના ટોળા ઉમટી પડયા છે.
અમરેલીમાં વિઝન કંપનીનું એરક્રાફ્ટ તૂટી પડતા અનિકેત મહાજન નામના તાલીમી પાયલોટ નું સ્થળ ઉપર જ સળગી જતા કમ કમાટી ભર્યું મળત્યુ નીપજ્યું છે આ બનાવ અમરેલીના એરપોર્ટ ની દિવાલ પાસે જ શાષાીનગર માં બન્યો હતો. વિમાન સળગતી હાલતમાં તૂટી પડતા ઝાડ નીચે બાંધેલી બે વાછરડી પણ સળગી અને ભતાો થઈ ગઈ હતી આ બનાવવાની જાણ થતા અમરેલીના કલેક્ટર સહિતના અધિકારીઓ અને પોલીસ તંત્ર સ્થળ ઉપર દોડી આવ્યું છે.
અમરેલીના એરપોર્ટ પાસે આવેલ શાષાીનગરમાં રહેણાંક વિસ્તાર ઉપર તાલીમી પ્લેન તૂટી પડતા પહેલા વિમાન ધડાકાભેર નીચે પડ્યું હતું અને ત્યારબાદ સળગી ઠ્યું હતું આ પ્લેન જ્યાં પડ્યું તે અડીને તબેલો છે અને પેપરના ઝાડ નીચે બહાર બે વાછરડીઓ બાંધેલી હતી તેની ઉપર આ પ્લેન પડ્યું હતું અને નીચે પડતા આજુબાજુના લોકો ભયભીત થઈ ગયા હતા અને ત્યારબાદ ધડાકાભેર પ્લેન સળગ્યું હતું.
પાયલોટને બચાવવા માટે શિક્ષક વિશાલભાઇએ પ્રયાસો કર્યા
શેડુભાર ફરજ બજાવતા શાષાીનગરના શિક્ષક વિશાલભાઈ માધડ પણ બચાવ કાર્યમાં દાઝીયા. પ્લેન ક્રેશ થવાની ઘટના બની ત્યારે પ્લેન નીચે પડતા શાષાીનગરમાં રહેતા અને પરીક્ષાના પેપર દેવા માટે જઈ રહેલા શેડુભાર ફરજ બજાવતા શિક્ષક વિશાલભાઈ રવજીભાઈ માધડ દોડી ગયા હતા પ્લેન ની અંદર સીટબેલ્ટ પહેરેલ પાયલોટને બહાર કાઢવાનો તેમણે પ્રયાસ કર્યો હતો પરંતુ આ સમયે પ્લેન સળગી ઠયું હતું અને વિશાલભાઈ પણ હાથે અને પગે દાઝી ગયા હતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમને જણાવ્યું હતું કે જ્યારે પ્લેન તૂટી અને નીચે પડ્યું ત્યારે સળગેલી હાલતમાં ન હતું નીચે પડ્યું ત્યારે તે સળગી ઠ્યું હતું અને અમે પ્લેનમાં રહેલ વ્યક્તિને બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલીમાં છેલ્લા બે મહિનાથી પાયલોટ માટેની ટ્રેનીંગ શાળા શરૂ કરવામાં આવી છે જેમાં ચાર મીની વિમાન રાખવામાં આવ્યા છે. અને સવારના ૬ થી રાત્રેના ૧૧ વાગ્યા સુધી ટ્રેનીંગ આપવામાં આવે છે. (૯.ર૬)
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
