<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

ગૌહાટી હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા, સર્ચ ઓપરેશન ચાલુ

સર્ચ ઓપરેશન પૂર્ણ થયા પછી જ વિગતો જાણી શકાશે: હાઈકોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ઈમેલ 'મદ્રાસ ટાઈગર્સ' નામના અજાણ્યા સંગઠન તરફથી મળ્યો હતો, જેણે આખી ઈમારતને ઉડાવી દેવાની આપી હતી ધમકી

 ગૌહાટી હાઈકોર્ટને એક અજાણ્યા એકાઉન્ટથી મોકલવામાં આવેલા બોમ્બ ધમકીભર્યા ઈમેલથી શહેરમાં ગભરાટ ફેલાયો છે અને ઝડપી અને ઉચ્ચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અહેવાલ મુજબ, કોર્ટ પરિસરને ઉડાવી દેવાની ધમકી આપતા આ ભયાનક સંદેશે શહેર પોલીસની ચિંતામાં વધારો કર્યો છે. ગુવાહાટી પોલીસ અને સ્પેશિયલ બ્રાન્ચ (SB) ના વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હોવાનું જાણવા મળે છે અને હાલમાં સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા છે.

અધિકારીએ જણાવ્યું હતું કે ધમકીથી કોર્ટના કામકાજમાં કોઈ અવરોધ આવ્યો નથી, અને ન્યાયાધીશો નિર્ધારિત સમય મુજબ કેસોની સુનાવણી કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે સર્ચ ઓપરેશન પૂર્ણ થયા પછી જ વિગતો જાણી શકાશે. હાઈકોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ઈમેલ 'મદ્રાસ ટાઈગર્સ' નામના અજાણ્યા સંગઠન તરફથી મળ્યો હતો, જેણે આખી ઈમારતને ઉડાવી દેવાની ધમકી આપી હતી.

મીડિયા સૂત્ર વધુમાં જણાવે છે કે વરિષ્ઠ પોલીસ કર્મચારીઓ અને સાયબર ક્રાઇમ નિષ્ણાતો ઉચ્ચ સતર્કતા પર છે, ધમકીના મૂળને શોધવા માટે તપાસ પહેલાથી જ ચાલી રહી છે. જો કે, આ અહેવાલ દાખલ કરતી વખતે મોકલનારની ઓળખ અજાણ છે.

 

(3:13 PM IST)