તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
‘ચિત્રલેખા'ના ગૌરવશાળી ઈતિહાસને ગૃહમંત્રી અમિતભાઇએ બિરદાવ્યો

રાજકોટઃ ૨૨ એપ્રિલે પ્રકાશનના ૭૫ વર્ષ પૂર્ણ કરી રહેલા સુપ્રસિદ્ધ ગુજરાતી સાપ્તાહિક ‘ચિત્રલેખા'ના અમળત મહોત્સવની રંગારંગ ઉજવણી હમણાં મુંબઈના ‘મુકેશ પટેલ ઑડિટોરિયમ' ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિનું સ્થાન ભારતના ગળહ અને સહકારિતા ખાતાના કૅબિનેટ પ્રધાન અમિત શાહે શોભાવ્યું હતું. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ, દેશના વાણિજ્યમંત્રી અને ઉત્તર મુંબઈના સાંસદ પીયૂષ ગોયલ, જાણીતાં અભિનેત્રી સરિતા જોશી તથા ‘નૅશનલ સ્ટૉક એક્સચેન્જ'ના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણ વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યાં હતાં.
સમારોહનો આરંભ મહેમાનો દ્વારા દીપપ્રાગટયથી કરવામાં આવ્યો હતો. ‘ચિત્રલેખા' પરિવારના સર્વશ્રી મૌલિક કોટક, મનન કોટક, રાજુલ કોટક તથા તંત્રી હીરેન મહેતાએ મહેમાનોનું સ્વાગત સ્મળતિચિホ આપી, શાલ ઓઢાડીને કર્યું. વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢીને ખાસ ઉપસ્થિત રહેલા મહેમાનો, ‘ચિત્રલેખા'ના ચાહકો-વાચકોથી ખીચોખીચ પ્રેક્ષક વર્ગનો આભાર માન્યા પછી મૌલિક કોટકે એમના પિતા સ્વ.વજુભાઈ કોટકે ૧૯૫૦માં ‘ચિત્રલેખા' કેવા સંજોગોમાં શરૂ કર્યું તથા વજુભાઈના નિધન બાદ એમનાં પત્ની મધુરીબહેને કેવા પડકારો ઝીલીને ‘ચિત્રલેખા'ની યાત્રા સફળ બનાવી એનો હૃદયસ્પર્શી ચિતાર આપ્યો હતો.
વજુભાઈના વિઝન અને મધુરી બહેનના સમર્પણની રસપ્રદ વાતો પછી ‘ચિત્રલેખા'ના વાઈસ ચૅરમૅન મનન કોટકે ડિજિટલ યુગમાં ‘ચિત્રલેખા'ની નવી ઉડાનનો ઉલ્લેખ કર્યો હતો. એમણે સમારોહમાં ‘ચિત્રલેખા'નાં ૭૫ વર્ષના ગૌરવશાળી ઈતિહાસ દર્શાવતી શૉર્ટ ફિલ્મ અને વજુભાઈની બ્લૅક ઍન્ડ વ્હાઈટ તસવીરોનો વિડિયો રજૂ કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા.
મુખ્ય મહેમાન અમિત શાહે આ પ્રસંગે કહ્યું હતું કે સાહિત્ય એ સમાજની જરૂરત છે. ગુજરાતી સાહિત્ય સામયિકોએ દેશના વિકાસમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ગુજરાતી સાહિત્ય પરિષદ, કવિ ન્હાનાલાલ તથા મહાત્મા ગાંધીએ અનુક્રમે ૧૮૫૫, ૧૮૭૬ તથા ૧૯૧૯માં શરૂ કરેલાં ‘બુદ્ધિપ્રકાશ', ‘સત્ય વિહાર' તથા ‘નવજીવન' સામયિકે સમાજમાં જાગળતિ ફેલાવવાનું કામ કર્યું. એ જ રીતે વર્ષ ૧૯૫૦માં શરૂ થયેલા ‘ચિત્રલેખા'એ પણ સામાજિક મુદ્દા અને સાહિત્ય બન્નેને ખૂબ જ ચોકસાઈ અને સ્પષ્ટતાથી લોકો સમક્ષ રજૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
‘ચિત્રલેખા'એ નફાનો વિચાર ન કરતાં હેતુશુદ્ધિ અને સમર્પણની ભાવના જાળવી રાખી છે એમ જણાવતાં અમિત શાહે ઉમેર્યું હતું કે ગુજરાતમાં અનામત આંદોલન, નર્મદા યોજનાનો વિવાદ અને રામ જન્મભૂમિ આંદોલન સમયે નિર્ભીકતાથી સત્ય પીરસીને સમાજને જાગળત કરવા, એકજૂટ રાખવા ‘ચિત્રલેખા'એ મશાલ હાથમાં લીધી હતી. ૭૫ વર્ષના આવા અવિરત -યાસોને કારણે જ ‘ચિત્રલેખા' વાચકોનો અમીટ વિશ્વાસ સંપાદિત કરી શકયું છે.
એક વાચક તરીકે અમિત શાહે હરકિસન મહેતાની જકડી રાખતી નવલકથાઓ તથા તારક મહેતાનાં ખડખડાટ હસાવતાં ‘ઊંધાં ચશ્માં'ને યાદ કરીને નોંધ્યું હતું કે ‘ચિત્રલેખા' કદાચ એકમાત્ર એવું સામયિક છે, જેના ત્રણ કટારલેખક નગીનદાસ સંઘવી, તારક મહેતા અને ગુણવંત શાહને ભારતના રાષ્ટ્રપતિએ ‘પદ્મશ્રી' એવૉર્ડથી નવાજ્યા છે.
આ પ્રસંગે દેવેન્દ્ર ફડણવીસે મરાઠી ‘ચિત્રલેખા'એ મહારાષ્ટ્રીયન વાચકોની ત્રણ દાયકાથી વધુની સેવાને બિરદાવી હતી તથા ‘ચિત્રલેખા'ને મરાઠી ભાષામાં ઈ-આવળત્તિ શરૂ કરવાની વિનંતી કરી હતી. સરિતા જોશીએ ‘ચિત્રલેખા' જૂથના ‘જી' મૅગેઝિનમાં પોતાની પ્રથમ તસવીર અને ઈન્ટરવ્યૂ છપાયાની ઘટનાને ભાવવિભોર બનીને યાદ કરી હતી. અન્ય અતિથિ આશિષકુમાર ચૌહાણે ‘ચિત્રલેખા'ના સકારાત્મક પત્રકારત્વની પ્રશંસા કરી હતી. આ સમારોહમાં મહેમાનોએ ‘ચિત્રલેખા'ના ૭૫મા વાર્ષિક વિશેષાંકનું એકસાથે વિમોચન કર્યું હતું.
મુકેશ જોશીના સંચાલનમાં પાર પડેલા આ અમળત મહોત્સવમાં ટીવી-રંગભૂમિના અનેક કલાકાર-કસબી, જાણીતા બિઝનેસમેન, શિક્ષણવિદો, પત્રકારો, કવિ-સાહિત્યકાર તથા સામાન્ય વાચકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાનો મંગલ પ્રભાત લોઢા તથા આશિષ શેલાર અને ધારાસભ્યો યોગેશ સાગર, અમિત સાટમ, પરાગ અલવાણી, સંજય ઉપાધ્યાય તથા માજી વિધાનસભ્ય અતુલ શાહની હાજરી ધ્યાન ખેંચતી હતી. મહારાષ્ટ્રના ઉપ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ ‘ચિત્રલેખા'ને અભિનંદન આપવા અલ્પ સમય માટે હાજર રહ્યા હતા.
છેલ્લે, ગળહમંત્રી અમિત શાહે ‘ચિત્રલેખા' શતાબ્દી તરફ આગેકૂચ કરે અને ૧૦૦ વર્ષની ઉજવણી મોટે પાયે કરે એવી શુભેચ્છા આપી હતી.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
