તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
૧૦ ગ્રામ સોનું ૬૩ રૂપિયામાં મળતું હતું હવે તે ૧ લાખને વટાવી ગયું છે..
સોનાના ભાવમાં વધારાનું એક મુખ્ય કારણ ભૂ-રાજકીય તણાવ અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ છે

નવી દિલ્હી તા.૨૨: ૧૦ ગ્રામ સોનાની કિંમત હવે ૧૦૦૦૦૦ લાખ રૂપિયાને વટાવી ગઈ છે. મંગળવારે ઇતિહાસ રચતા, બુલિયન માર્કેટમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ ૧૦ ગ્રામ દીઠ ૧ લાખ રૂપિયાને પાર કરી ગયો. જ્યારે પ્ઘ્હ્ પર સોનાની કિંમત ૯૯૦૦૦ રૂપિયાથી ઉપર હતી. આજે ભલે સોનાનો ભાવ ૧ લાખ રૂપિયાને વટાવી ગયો હોય, પણ એક સમય હતો જ્યારે તે ફક્ત ૬૩ રૂપિયામાં મળતો હતો. ચાલો જાણીએ કે સોનાનો ભાવ કયારે વધ્યો.
સોનાના ભાવમાં વધારાનું એક મુખ્ય કારણ ભૂ-રાજકીય તણાવ અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ છે. જેના કારણે વિશ્વમાં મંદીની ભીતિ વધી ગઈ. આવા સમયે, દેશ અને વ્યક્તિઓ દ્વારા સોનાની ખરીદી ઘણી વધી છે. આ ઉપરાંત ડોલર નબળા પડવાથી સોનાને પણ ટેકો મળ્યો છે.
ખરેખર, સોનાને સંકટમાં સાથી કહેવામાં આવે છે. જ્યારે આર્થિક કટોકટીની સ્થિતિ ઊભી થાય છે, ત્યારે વિશ્વભરની કેન્દ્રીય બેંકો સોનું ખરીદવાનું શરૂ કરે છે. આ વખતે પણ કંઈક આવું જ બન્યું છે. ૧૯૬૪ દરમિયાન ભારતમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ માત્ર ૬૩ રૂપિયા હતો. પરંતુ આજે સોનાનો ભાવ ૧૦૦૦૦૦ રૂપિયાને વટાવી ગયો છે.
સ્વતંત્રતા સમયે સોનાનો ભાવ
૧૯૪૭નું વર્ષ, એટલે કે ભારત આઝાદ થયું તે વર્ષ. ઇન્ડિયન પોસ્ટ ગોલ્ડ કોઇન સર્વિસીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, તે સમયે ૧૦ ગ્રામ સોનાની કિંમત ૮૮.૬૨ રૂપિયા હતી. આ પછી, સોનાના ભાવ ઝડપથી વધવા લાગ્યા.
છેલ્લા ૫ વર્ષમાં આ રીતે સોનામાં વધારો થયો છે
જો આપણે છેલ્લા પાંચ વર્ષમાં સોનાના ભાવમાં થયેલા ફેરફાર પર નજર કરીએ તો, ૨૦૨૦ થી તેની કિંમત લગભગ બમણી થઈ ગઈ છે. હા, ૨૦૨૦ માં, ૧૦ ગ્રામ સોનાની કિંમત ૫૦,૧૫૧ રૂપિયા હતી અને હવે એપ્રિલ ૨૦૨૫ માં, તે ૧ લાખ રૂપિયાને વટાવી ગઈ છે. દરમિયાન, માર્ચ ૨૦૨૩માં સોનાનો ભાવ ૬૦,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામનો સ્તર પાર કરી ગયો અને પછી એપ્રિલ ૨૦૨૪માં તે ૭૦,૦૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો. આ વર્ષે ૨૦૨૫માં અત્યાર સુધીમાં સોનાએ ૩૨ ટકા વળતર આપ્યું છે.
તેની કિંમત કેમ વધી?
બજારના નિષ્ણાતો કહે છે કે સોનાના ભાવમાં હાલનો વધારો અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધ, નબળા ડોલર, માંગ અને શેરબજારમાં અનિヘતિતાને કારણે છે. વૈશ્વિક શેરબજારમાં અસ્થિરતા ચાલુ છે. ચલણમાં નબળાઈને કારણે, કેન્દ્રીય બેંકોએ સોનાની ખરીદી વધારી છે. ભારતીય રિઝર્વ બેંક પણ આ જ કરી રહી છે. વિશ્વના ઘણા ભાગોમાં ભૂ-રાજકીય તણાવ ચાલુ રહે છે. નિષ્ણાતોના મતે, જ્યારે પણ કોઈ કટોકટી ઊભી થાય છે... ત્યારે સુરક્ષિત રોકાણના સંદર્ભમાં સોનાને ટેકો મળ્યો છે
સાલ ૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાનો ભાવ
૧૯૬૪ ૬૩.૨૫
૧૯૬૫ ૭૧.૭૫
૧૯૬૬ ૮૩.૭૫
૧૯૬૭ ૧૦૨.૫૦
૧૯૬૮ ૧૬૨
૧૯૬૯ ૧૭૬
૧૯૭૦ ૧૮૪
૧૯૭૧ ૧૯૩
૧૯૭૨ ૨૦૨
૧૯૭૩ ૨૭૮.૫૦
૧૯૭૪ ૫૦૬
૧૯૭૫ ૫૪૦
૧૯૭૬ ૪૩૨
૧૯૭૭ ૪૮૬
૧૯૭૮ ૬૮૫
૧૯૭૯ ૯૩૭
૧૯૮૦ ૧,૩૩૦
૧૯૮૧ ૧૬૭૦
૧૯૮૨ ૧,૬૪૫
૧૯૮૩ ૧,૮૦૦
૧૯૮૪ ૧,૯૭૦
૧૯૮૫ ૨,૧૩૦
૧૯૮૬ ૨,૧૪૦
૧૯૮૭ ૨,૫૭૦
૧૯૮૮ ૩,૧૩૦
૧૯૮૯ ૩,૧૪૦
૧૯૯૦ ૩,૨૦૦
૧૯૯૧ ૩,૪૬૬
૧૯૯૨ ૪,૩૩૪
૧૯૯૩ ૪,૧૪૦
૧૯૯૪ ૪,૫૯૮
૨૦૦૨ ૪,૯૯૦
૨૦૦૩ ૫,૬૦૦
૨૦૦૪ ૫,૮૫૦
૨૦૦૫ ૭,૦૦૦
૨૦૦૭ ૧૦,૮૦૦
૨૦૦૮ ૧૨,૫૦૦
૨૦૦૯ ૧૪,૫૦૦
૨૦૧૦ ૧૮,૫૦૦
૨૦૧૧ ૨૬,૪૦૦
૨૦૧૨ ૩૧,૦૫૦
૨૦૧૩ ૨૯,૬૦૦
૨૦૧૪ ૨૮,૦૦૬.૫૦
૨૦૧૫ ૨૬,૩૪૩.૫૦
૨૦૧૬ ૨૮,૬૨૩.૫૦
૨૦૧૭ ૨૯,૬૬૭.૫૦
૨૦૧૮ ૩૧,૪૩૮
૨૦૧૯ ૩૫,૨૨૦
૨૦૨૦ ૪૮,૬૫૧
૨૦૨૧ ૪૮,૭૨૦
૨૦૨૨ ૫૨,૬૭૦
૨૦૨૩ ૬૫,૩૩૦
૨૦૨૪ ૭૭,૯૧૩
૨૦૨૫ ૧૦૦,૦૦૦
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
