<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

આતંકવાદી હુમલા બાદ કાશ્‍મીરમાં તમામ શાળા-કોલેજો બંધ

શ્રીનગર,તા.૨૩: મંગળવારે બપોરે જમ્‍મુ અને કાશ્‍મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો જેમાં બે વિદેશી પ્રવાસીઓ સહિત ૨૭ લોકો માર્યા ગયા અને ૨૦ અન્‍ય ઘાયલ થયા. આ હુમલાની જવાબદારી લશ્‍કર-એ-તૈયબાના હિટ સ્‍ક્‍વોડ, ધ રેઝિસ્‍ટન્‍સ ફ્રન્‍ટ (TRF) દ્વારા લેવામાં આવી છે, જે કાશ્‍મીરમાં આતંકનો નવો પર્યાય બની ગયો છે.

આતંકવાદી હુમલા પછી સરકાર કાર્યવાહીમાં છે. કેન્‍દ્રીય ગળહમંત્રી અમિત શાહ આજે પહેલગામમાં ઘટના સ્‍થળનું નિરીક્ષણ કરશે. આ દરમિયાન, પીએમ મોદી પણ સાઉદી અરેબિયાની મુલાકાતથી ભારત પાછા ફર્યા છે. આજે તેઓ જમ્‍મુ અને કાશ્‍મીરની મુલાકાત લે તેવી શકયતા છે.

પહેલગામમાં માર્યા ગયેલા તમામ ૨૭ પ્રવાસીઓના મળતદેહ શ્રીનગર લાવવામાં આવ્‍યા છે. ગળહમંત્રી અમિત શાહ મળતકોને શ્રદ્ધાંજલિ આપશે. નવી દિલ્‍હી પરત ફરતા પહેલા તેઓ ઉચ્‍ચ સ્‍તરીય સુરક્ષા બેઠકની અધ્‍યક્ષતા પણ કરે તેવી શકયતા છે.

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ખીણની તમામ શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. ગળહમંત્રી અમિત શાહ પણ ટૂંક સમયમાં પહેલગામ પહોંચવાના છે.(૪૦.૧૦)

(11:59 AM IST)