<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

ચારધામ યાત્રાનું બુકિંગ કરતા પહેલાં સાઈટની ચકાસણી જરૂરથી કરજો નહીં તો છેતરાશો

મહાકુંભ મેળા દરમિયાન લોકોને ‘‘સાઈબર સ્‍કેમ''થી સાવચેત રહેવા માટે અપીલ કરી હતી Indian Cyber Crime Coordination Centre (I4C) દ્વારા જનતા માટે સાઈબર સુરક્ષા ચેતવણી

નવી દિલ્‍હી,તા.૨૩: ભારતની ચારધામ યાત્રા ટૂંક સમયમાં શરૂ થવાની છે. જેમાં કેદારનાથ ધામના કપાટ આગામી તારીખ ૩૦મી એપ્રિલ અને બદ્રીનાથ ધામના કપાટ રજી મેના રોજ ખુલવા જઈ રહ્યાં છે. ભગવાન શિવના દર્શન કરવા માટે મોટી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ ઉત્‍સુક છે. પરંતુ, આ શુભઅવસરની બીજી બાજુએ, સાઈબર ગુનેગારો પણ પોતાની નવી મોડસ ઓપરેન્‍ડિ સાથે સક્રિય થઈ ગયા છે. આ ઠગ ટોળકીઓ કેદારનાથ યાત્રાના નામે ભોળા યાત્રાળુઓને છેતરવા માટે નકલી હોટલ બુકિંગ, હેલિકોપ્‍ટર બુકિંગ, VIP દર્શન અને અન્‍ય સુવિધાઓના નામે એડવાન્‍સ બુકિંગની ઓફરો આપી રહ્યાં છે.

સાઈબર નિષ્‍ણાત નીતિન શ્રીમાળીના જણાવ્‍યાનુસાર, આ ગુનેગારો છેતરવા માટે બે મુખ્‍ય રીતો અપનાવી શકે છે, જે અગાઉ મહાકુંભ દરમિયાન પણ જોવા મળી હતી. જેમાં આ ગુનેગારો સરકારી અને અધિકળત વેબસાઇટ્‍સ જેવી જ દેખાતી નકલી વેબસાઈટ્‍સ બનાવે છે. આ વેબસાઇટ્‍સના ડોમેન નામ પણ અસલી વેબસાઈટ જેવા જ હોવાથી લોકો સરળતાથી છેતરાઈ જાય છે. આ ઠગ ટોળકીઓ ફોન, ઈમેલ, વોટ્‍સએપ અથવા તો મેસેજ દ્વારા પોતાની જાતને ટ્રાવેલ એજન્‍ટ તરીકે રજૂ કરે છે અને કેદારનાથ હેલિકોપ્‍ટરની નકલી ટિકિટો વેચે છે. એકવાર પેમેન્‍ટ થઈ ગયા પછી, તેઓ સંપર્ક કરવાનું બંધ કરી દે છે અને ગાયબ થઈ જાય છે. ઈન્‍સ્‍ટાગ્રામ, ફેસબુક અને વોટ્‍સએપ જેવા પ્‍લેટફોર્મનો ઉપયોગ કરીને આ ગુનેગારો સીધા ગ્રાહકો સુધી પહોંચે છે. તેઓ નકલી પ્રોફાઇલ, પેજ અથવા ગ્રૂપ બનાવે છે અને અધિકળત હેલિકોપ્‍ટર સેવાઓના પ્રતિનિધિ તરીકે વર્તે છે. યાત્રાળુઓ પાસેથી બુકિંગના નામે પૈસા એકઠા કરે છે. પરંતુ જ્‍યારે યાત્રાનો દિવસ આવે છે, ત્‍યારે તેઓ સંપૂર્ણપણે ગાયબ થઈ જાય છે, જેના કારણે યાત્રાળુઓ તેમની બુકિંગ વગરના રહી જાય છે.

સાઈબર જાગૃતિ સંદેશ

*કોઈપણ ટૂર પેકેજ ફક્‍ત સરકાર દ્વારા માન્‍ય અથવા અધિકળત એજન્‍સી દ્વારા જ બુક કરો.

*ચુકવણી કરતા પહેલાં બે વાર તપાસ કરો.

*કોઈપણ શંકાસ્‍પદ લિંક પર ક્‍લિક કરશો નહીં અથવા Google Play Store અથવા App Store સિવાય અન્‍ય કોઈસ્ત્રોતથી એપ્‍લિકેશન્‍સ ડાઉનલોડ કરશો નહીં.

*એડવાન્‍સ બુકિંગના નામે ફોન અથવા મેસેજ પર કોઈ પણ સંવેદનશીલ માહિતી શેર કરશો નહીં.

છેતરપિંડીને રોકવા માટે 14C શું કરી રહ્યું છે ?

સાઈબર ગુનાઓને નિયંત્રિત કરવા માટે, ત્‍૪ઘ્‍ વિવિધ વ્‍યૂહરચના પર કામ કરી રહ્યું છે. તે ગૂગલ, વોટ્‍સએપ અને ફેસબુક જેવી મધ્‍યસ્‍થીઓ સાથે મળીને કામ કરી રહ્યું છે અને નિયમિત રીતે સ્‍કેમના સંકેતોની આપ-લે કરીને સક્રિયપણે છેતરપિંડી શોધે છે. આ ઉપરાંત, તે સાઈબર ક્રાઇમના હોટસ્‍પોટ્‍સને લોકેટ કરી રહ્યું છે અને જે રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં આવા સ્‍કેમ ઉદ્‌ભવે છે ત્‍યાં લોકોને જાગળત કરી રહ્યું છે.

(11:06 AM IST)