News of Wednesday, 23rd April 2025
ર૪ વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરી ધીરજકુમારમાંથી ધીરજમુનિ બન્યા
સમૃદ્ધિ ત્યાગીને સંયમનો માર્ગ અપનાવ્યોઃ પૂ. ધીરજમુનિ સાથે ૮૦ વર્ષના પિતાશ્રી પૂ. જશાજીઍ પણ દીક્ષા લીધી હતી : સાધના અને સેવાકાર્યોની પ્રેરક યાત્રા

રાજકોટ, તા. રર : જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના બરડા ડુંગરની બખોલમાં આવેલા જશાપર ગામે વિ.સં. ૧૯૦૩માં પિતા ઝીણાભાઈ હરજીવન મણીયાર અને માતા કસુંબાબેનના ગૃહાંગણે જન્મેલા દેશપ્રેમી શ્રી પોપટભાઈ મણીયાર ૩૦ વર્ષની ઉંમરે સરપંચ બન્યા પછી પ્રાથમિક શાળા, કૂવો, ચોરો, અવેડો, રામ મંદિર, ચબૂતરો વગેરેનું નિર્માણ કરાવી ૫૦ વર્ષ સુધી સરપંચ પદે સેવા કર્યા બાદ ૮૦ વર્ષની જૈફ વયે ઍક જુવાનને શરમાવે તેવી ખુમારીથી પોતાના ૨૪ વર્ષના પુત્ર ધીરજકુમાર મણીયાર ઈ.સ. ૧૯૮૨ની ૧૫મી ફેબ્રુઆરીના (પિતા-પુત્ર) ઍકી સાથે ઉપલેટામાં ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના ક્ષત્રિયવંશી આચાર્ય સ્વ. પૂ. જશાજી સ્વામીના પરિવારમાં પ્રથમ તીર્થ રૂપે સંતનો વિરહ હોવાથી સહુ પ્રથમ દીક્ષિત બન્યા.
૮૦માં વર્ષે દીક્ષિત્ત પૂ. પ્રેમમુનિ મહારાજ રોજના ૨૫ કિલોમીટરની પદયાત્રા-વિહાર કરવાનું રહસ્ય બતાવતા કહેતા કે – જીવનમાં ૧૩ વર્ષની વયે જીવન પર્યંત રાત્રિભોજનનો ત્યાગ કરેલ. જેના કારણે ૮૦ વર્ષ સુધી કોઈ દેશી કે વિલાયતી દવા લેવાનો પ્રસંગ જ આવ્યો નહોતો અને ઍ જ તંદુરસ્તીનું રહસ્ય છે.
પૂ. પ્રેમમુનિ મ.સા.ને વિહાર-પદયાત્રા દરમિયાન ૨ ઍપ્રિલ ૧૯૮૪ના અમદાવાદ નજીક અસલાલી ગામે કાર અકસ્માતમાં ફ્રેકચર થતાં અમદાવાદમાં સ્વસ્તિક ચાર રસ્તા જૈન ર્બોડિંગ, સાબરમતીમાં ચાતુર્માસ પસાર કર્યા બાદ ૩૦ મે ૧૯૮૬ના અમદાવાદમાં નાશવંત દેહનો ત્યાગ કરી કાળધર્મ પામ્યા હતા.
પૂ. શ્રી ધીરગુરુદેવે ઙ્વૈયાવચ્ચ ગુણધરાણં નમો નમઃઙ્ખ સૂત્રને ચરિતાર્થ કરવા ૧૯૯૬માં સહુ પ્રથમ ખાસ કરીને જૈન સાધ્વીજીઓની સંયમ સુરક્ષા લક્ષ્ય ઘંટેશ્વર (રાજકોટ નજીક)માં વિહારધામ-ઉપાશ્રય નિર્માણ કરાવ્યા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં નવનિર્માણ, જિર્ણોદ્ધાર વગેરેના ઉપદેશક બનતા ધોરાજી, જેતપુર, પારડી, રીબડા, પોરબંદર, રાજકોટ, ગુજરાતમાં પાલેજ, ભરૂચ, સુરત વગેરે મધ્યપ્રદેશમાં બકવાડી, ઈન્દૌરમાં મહાવીર સેવાધામ, ગર્લ્સ હોસ્ટેલ, તેમજ મુંબઈમાં ચારેય ફિરકામાં પ્રથમ જ વાર વિલેપાર્લેમાં ૬ માળનું ઍકમાત્ર માલિની કિશોર સંઘવી-વૈયાવચ્ચ કેન્દ્ર (જ્યાં બીમાર સંત-સતીજીઓ આરોગ્ય વૃદ્ધિ માટે રોકાઈ શકે.)માં સુપ્રસિદ્ધ જૈન મુનિ પૂ. ચંદ્રશેખર વિજયજી મ.સા. પધાર્યા ત્યારે કહેલ કે – આવું વૈયાવચ્ચનું કાર્ય સહુ પ્રથમ સ્થાનકવાસી જૈન સમાજે કરીને કમાલ કરી છે.
મુંબઈમાં ઍસ. વી. રોડ ખાતે કરોડોના ખર્ચે કાંદીવલીમાં અને કલકત્તામાં પૂ. શ્રી ધીરગુરુદેવના અનુગ્રહથી ૅજૈન ધર્માલયૅ નું નિર્માણ થયેલ છે. રાજકોટમાં કરોડોના ખર્ચે વિરાણી બહેરા-મૂંગા શાળા, જૈન ર્બોડિંગ, મહાવીર ભવન, મેડિકલ સેન્ટર વગેરે ના નિર્માણ થયા છે. ઈન્દૌરમાં ?. ૧૦ કરોડના ખર્ચે નવ્ય ધર્મ સંકુલનું નિર્માણ કાર્ય ચાલુ છે.
શય્યાદાન–મહાદાનઙ્ખ સૂત્રને ચરિતાર્થ કરનાર પૂ. ધીરગુરુદેવે યુવાપ્રણેતા, સૌરાષ્ટ્ર કેસરી વગેરે અનેક ગરિમાભરી પદવીઓનો ત્યાગ કરી નોખો-અનોખો આદર્શ રજૂ કરેલ છે. આજ સુધીમાં સંત-સતીજીઓને સાતાકારી રૂપ સેંકડો પાટ, પાટલા વગેરે ઉપકરણનું વિતરણ વિહારધામોમાં કરવાનું કાર્ય ચાલુ છે.
ઉજાલા કરે આદિત્ય, જીવન સુધારે સાહિત્ય-મુનિશ્રી દ્વારા ‘સર્વજન હિતાય’ ઍવા જૈન રામાયણ, જૈન મહાભારત, તત્ત્વજ્ઞાન, વાર્તા, સુપર ડુપર આત્મા વ્યાખ્યાન સંગ્રહ વગેરે પુસ્તકો હજારોની સંખ્યામાં પ્રગટ થઈ ચૂક્યા છે. વૈયાવચ્ચની પ્રવૃત્તિને વેગ આપવા શ્રી વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર દ્વારા છેલ્લા ૩૬ વર્ષથી દર મહિને શાસન પ્રગતિ નામનું માસિક પ્રગટ થાય છે.
ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, કરો ઉપકાર કમાણી, ઍ છે પ્રભુ વીરની વાણી
રાજકોટમાં જૈન ભોજનાલયમાં માસિક રૂ.૬૦ માં બે ટાઈમ ભોજન
કાટકોલા ના વતની નાગરદાસ મનજી શાહ (ઓમાનવાલા)ની સ્મૃતિમાં રાજકોટમાં જાગનાથ પ્લોટમાં આશરે ૧૯૮૮થી જરૂરિયાત મંદ જૈનોના ચારેય ફિરકા માટે જૈન ભોજનાલય માં માસિક માત્ર ?. ૬૦/- બે ટાઈમ ભોજન પીરસવામાં આવે છે. જમનારે પોતાની આવકની અર્ધી રકમ માવતરને મોકલવાની હોય છે. જૈન ભોજનાલયમાં મુનિશ્રીના ઉપદેશથી લાખો રૂપિયાનું ફંડ મળતા નવસંચાર જાગ્યો છે. ઓમાનવાલા પરિવારે લાખો રૂપિયાના ખર્ચે નૂતનીકરણનો લાભ લઈને ભોજનાલયને નમૂના રૂપ બનાવેલ છે.
વિદેશવાસીઓના આગ્રહના કારણે પૂ. શ્રી ધીરજમુનિ મ.સા. તેમજ પ્રવર્તિની પુષ્પાબાઈ મહાસતીજી, પૂ. વનિતાબાઈ મહાસતીજી, અને છેલ્લા ત્રીસેક વર્ષથી વિદેશમાં દર વર્ષે છ મહિના પ્રવચન કરનાર સુશ્રી તરલાબેન દોશીના નેતૃત્ત્વમાં સરલ ભાષામાં સૌ કોઈ સમજી શકે તેવા અગિયાર જેન આગમનું પ્રકાશન કાર્ય જૈનાચાર્ય પૂ. જશાજી સ્વામીની સ્વર્ગારોહણ શતાબ્દીના ઉપલક્ષે કરેલ છે. જેમાં સર્વ પ્રથમ પ્રભુ મહાવીર સ્વામીની અંતિમ દેશના અને ભારત સરકારે જે આગમ (શાસ્ત્ર)ને ‘નેશનલ ટ્રેજર તરીકે નવાજેલ છે. તેવા ‘ઉત્તરાધ્યયન સૂત્રઁના પ્રકાશન બાદ વિપાક સૂત્ર અને ઉપાસક દશાંગ સૂત્ર વગેરે શાસ્ત્ર પ્રકાશીત થયા છે.
ગુરુદેવના હસ્તે ૩૦ જેટલા મુમુક્ષોઓને દીક્ષા પ્રદાન વિધિ કરવામાં આવેલ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, બંગાલ, દિલ્હી, ચેન્નઈ વગેરે પ્રાંતમાં હજારો કિ.મી.નો વિહાર કરેલ છે.
આ વર્ષે પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં ઙ્ક૨૨ જૂનના અમદાવાદ-બોપલઁમાં ?. ૨૧ કરોડના ખર્ચે નિર્મિત કાઠિયાવાડ ભવનનો ઉદ્ઘાટન અને ચાતુર્માસ પ્રવેશ સમારોહ યોજાશે. હાલમાં જલગાંવમાં ઉપાશ્રય, ઘાટકોપરમાં આનંદ મંગલ બેંકવેટ હોલ, જશાપરમાં સેવા સંકુલના નિર્માણ કાર્ય ચાલુ છે. સમાજનું સમાજને અર્પણ કરવું તે જ સાચી સેવા
રાજકોટ વૈશાલીનગરમાં જશ-પ્રેમ-ધીર સંકુલમાં ઉપાશ્રય, આયંબિલ ભવન અને પ્રથમવાર મેડિકલ – વૈયાવચ્ચ સેન્ટરનું નિર્માણ શાસન, સમાજ માટે આશીર્વાદરૂપ છે. મધ્યમવર્ગને પરવડે તેવા ભાવથી નિદાન, ઍક્સ – રે, સોનોગ્રાફી, બોડી ચેક-અપ વગેરે કાર્ય ચાલુ છે. જેમાં નાત-જાતના ભેદભાવ વગર સહુ કોઈ લાભ લઈ શકે છે. રાજકોટમાં આ પ્રથમ પ્રયોગ સફળ થવા પામેલ છે. જે પૂ. ધીરગુરુદેવની દીર્ઘદ્રષ્ટિને આભારી છે.(૯.ર૧)
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
