News of Wednesday, 23rd April 2025
પહેલગામ હુમલામાં શિવમોગ્ગાના ઉદ્યોગપતિનો ભોગ લેવાયોઃ કર્ણાટકના સીએમએ ટીમ મોકલી

કર્ણાટકઃ બેંગ્લુરુઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આજે મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં કર્ણાટકના શિવમોગ્ગાના ઉદ્યોગપતિ મંજુનાથ રાવનું મળત્યુ થયું છે. મંજુનાથ તેમની પત્ની પલ્લવી અને પુત્ર સાથે પહેલગામની બૈસરાન વેલીમાં રજાઓ માણવા આવ્યા હતા. હુમલામાં ૨૮ થી વધુ લોકો માર્યા ગયા, જેમાં વિદેશીઓ અને સ્થાનિક નાગરિકોનો સમાવેશ થાય છે.
પલ્લવીએ જણાવ્યું કે, બપોરે ૧.૩૦ વાગ્યે હુમલો થયો. મારી આંખો સામે મારા પતિનું મળત્યુ થયું. આ હુમલો હિન્દુઓને નિશાન બનાવવા માટે હતો. તેમણે મંજુનાથના મળતદેહને શિવમોગ્ગા લાવવા એરલિફ્ટની માંગ કરી. સ્થાનિક લોકોએ ઘોડાઓ અને હેલિકોપ્ટર દ્વારા ઘાયલોને બચાવવામાં મદદ કરી.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને એક્સ પર જણાવ્યું કે, કાશ્મીરમાં કન્નડિગાઓને નિશાન બનાવવામાં આવ્યા. તેમણે એક ટીમને કાશ્મીર મોકલી છે અને દિલ્હીના રેસિડેન્ટ કમિશનરને આગળની કાર્યવાહીની જવાબદારી સોંપી છે.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
