News of Wednesday, 23rd April 2025
શ્રીનગરની મસ્જીદોના લાઉડ સ્પીકરો દ્વારા કરાઈ હુમલાની ટીકાઃ સમગ્ર કાશ્મીર ખીણમાં હૂમલા સામે રોષઃ ઠેરઠેર નીકળી કેન્ડલ માર્ચ
હુમલાખોરો ઈસ્લામ અને કાશ્મીરીયતના દુશ્મનો

શ્રીનગર, તા.૨૩: દક્ષિણ કાશ્મીરથી લઈને ઉત્તર કાશ્મીરમાં નિયંત્રણ રેખા નજીકના નૌગામ (કૂપવાડા) સુધી મંગળવારની સાંજે દરેક જગ્યાએ સ્થાનિક લોકોએ પહેલગામના બૈસરન આતંકી હૂમલાની નિંદા કરીને કેન્ડલ માર્ચ કાઢી હતી.
મસ્જીદોમાં પહેલગામ હૂમલાની નિંદા કરતી જાહેરાતો થઈ અને કહેવામાં આવ્યું કે હૂમલાખોરો ઈસ્લામ અને કાશ્મીરીયતના દુશ્મનો છે. બૈસરન હૂમલા પછી સમગ્ર કાશ્મીર ખીણના લોકોમાં રોષ છે.
હેલગામના સ્થાનિક લોકોએ પીડિતો સાથે એક જુપ્તા વ્યકત કરવા માટે સાંજે એક કેન્ડલ માર્ચ કાઢી હતી. તેમાં યુવાઓ, દુકાનદારો અને હોટલ માલિકો સામેલ રહયા હતા. તેમના હાથમાં અમે શાંતિ માટે ઉભા છીએ અને પર્યટકો અમારા મહેમાન છે લખેલ બેનરો હતા. પુલવામા, બડગામ, શોપિયાં, શ્રીનગર ઉપરાંત ઉત્તર કાશ્મીરના બારામુલ્લા, બાંડીપોર અને કુપવાડામાં પણ સ્થાનિક લોકોએ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું.
મંગળવારે સાંજે ઈશાની નમાજના સમયે ખીણની લગભગ દરેક મસ્જીદના લાઉડસ્પીકર પર બૈસરન હૂમલાની નિંદાનું એલાન થયું હતું. આ દરમ્યાન લોકોને કહેવામાં આવ્યું કે તેઓ કાશ્મીરીયત અને ઈસ્લામના દુશ્મનોની આ નાપાક હરકત વિરૂધ્ધ પોતાનો રોષ વ્યકત કરવા, બૈસરનના મૃતકો અને તેમના પરિવાર સાથે સહાનુભૂતિ વ્યકત કરવા માટે કાશ્મીર બંધને સફળ બનાવે.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
