<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

પહેલગામ હુમલાને અંજામ આપનાર આતંકવાદીઓ છેલ્લા એક વર્ષથી જમ્મુ કાશ્મીરમાં સક્રિય હતા

આતંકવાદીઓ જમ્મુથી કાશ્મીર પહોંચ્યા અને પછી કાશ્મીરના દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાનમાં છુપાયા હતા

પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓ છેલ્લા એક વર્ષથી જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ આતંકવાદીઓએ ગયા વર્ષે મે મહિનામાં પૂંછમાં વાયુસેનાના કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલા પછી, જુલાઈ 2024 માં, આ આતંકવાદીઓ જમ્મુથી કાશ્મીર પહોંચ્યા અને પછી કાશ્મીરના દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાનમાં છુપાયા હતા .

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ શંકાસ્પદ 1450 લોકોની અટકાયત કરવામાં આવી છે. અટકાયત કરાયેલાઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

 

(9:41 PM IST)