<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

પહેલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા પરિવારને સાંત્વના આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગર પહોંચ્યા : તેઓ ભાવનગર સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે

આવતીકાલે સવારે સ્વર્ગસ્થ યતિશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિતની સ્મશાનયાત્રામાં જોડાશે : કેન્દ્રીય અને રાજ્યના મંત્રીઓ પણ સાથે રહેશે

(વિજય વસાણી - અકિલા) ભાવનગર: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે આતંકવાદીઓના હુમલામાં માર્યા ગયેલા ભાવનગરના યતિશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારના પરિવારને સાંત્વના આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાત્રે ભાવનગર પહોંચ્યા હતા.

તેઓ ભાવનગર સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે અને આવતીકાલે સવારે આઠ વાગ્યે યતિશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિતભાઈ પરમારની સ્મશાનયાત્રામાં જોડાશે. મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ સ્થાનિક ધારાસભ્યો અને સ્થાનિક રાજકારણીઓ પણ જોડાશે.

 

(10:33 PM IST)