<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

ઘડિયાળો, ચિત્રો, મૂર્તિઓ, ચશ્‍મા, પગરખાં, ઘોડા...રૂ.૧૦ લાખથી વધુની લક્‍ઝરી વસ્‍તુઓ પર ટેક્‍સ ચૂકવવો પડશે

હવે તમારે લક્‍ઝરી વસ્‍તુઓ ખરીદવા માટે તમારા ખિસ્‍સા વધુ ઢીલા કરવા પડશે. સરકારે ૧૦ લાખ રૂપિયાથી વધુ કિંમતની લક્‍ઝરી વસ્‍તુઓ પર ૧ ટકા TCS લાદ્યોઃ જો તમે ૩૦ લાખ રૂપિયાનો માલ ખરીદો છો, તો વેચનાર ૩૦,૦૦૦ રૂપિયા ટેક્‍સ તરીકે વસૂલશે : હેન્‍ડબેગ, ઘડિયાળ, શૂઝ અને સ્‍પોર્ટસવેર પર ટેક્‍સ લાગશે

નવી દિલ્‍હી,તા.૨૪: આવકવેરા વિભાગના એક જાહેરનામા અનુસાર, ૧૦ લાખ રૂપિયાથી વધુ કિંમતના હેન્‍ડબેગ, ઘડિયાળ, શૂઝ અને સ્‍પોર્ટસવેર પર હવે ૧% ટેક્‍સ કલેક્‍ટેડ એટ સોર્સ (TCS) લાગશે. જો તમે ૩૦ લાખ રૂપિયાનો માલ ખરીદો છો, તો વેચનાર ૩૦,૦૦૦ રૂપિયા ટેક્‍સ તરીકે વસૂલશે. ૧ જાન્‍યુઆરી, ૨૦૨૫ થી ૧૦ લાખ રૂપિયાથી વધુ કિંમતના વાહનો પર ૧% TCS પહેલેથી જ વસૂલવામાં આવી રહ્યો છે. આવકવેરા વિભાગે મંગળવારે તેમની યાદી બહાર પાડી છે.

કઈ વસ્‍તુઓ પર તે લાગુ કરવામાં આવશે?

૨૨ એપ્રિલના રોજ જાહેર કરાયેલી આ યાદીમાં ઘડિયાળો, ચિત્રો, શિલ્‍પો, પ્રાચીન વસ્‍તુઓ, સિક્કા, સ્‍ટેમ્‍પ, વાસણો, હેલિકોપ્‍ટર, લક્‍ઝરી હેન્‍ડબેગ, સનગ્‍લાસ, શૂઝ, મોંઘા સ્‍પોર્ટસવેર, હોમ થિયેટર સિસ્‍ટમ્‍સ અને રેસિંગ/પોલો ઘોડાઓનો સમાવેશ થાય છે.

આ નિયમ જુલાઈ ક્‍વાર્ટર ૨૦૨૪ ના બજેટ દ્વારા ફાઇનાન્‍સ એક્‍ટ ૨૦૨૪ માં રજૂ કરવામાં આવ્‍યો હતો. તે ૨૨ એપ્રિલ ૨૦૨૫ થી અમલમાં આવ્‍યું છે.

યોજના શું છે?

TDS ની જેમ, ખરીદનાર વ્‍ઘ્‍લ્‍ રસીદ લઈને FIR માં ટેક્‍સ ક્રેડિટનો દાવો કરી શકે છે. જો TCS ની રકમ તમારી કર જવાબદારી કરતાં વધુ હોય, તો તમે રિફંડ મેળવી શકો છો.

TCS સિસ્‍ટમ શું છે?

માલના વેચાણ સમયે ખરીદનાર પાસેથી TCS વસૂલવામાં આવે છે અને ખરીદનાર આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે તેની કર જવાબદારી સામે તેને સમાયોજિત કરી શકે છે.

હેતુ શું છે?

TCS સરકારને કોઈ વધારાના પૈસા લાવતું નથી, પરંતુ તે કર વિભાગને ઊંચા મૂલ્‍યના ખર્ચને ટ્રેક કરવામાં મદદ કરે છે કારણ કે ખરીદી સમયે PAN વિગતો આપવી પડે છે.

જોગવાઈ કયારે આવી?

જુલાઈ ૨૦૨૪ માં રજૂ કરાયેલા બજેટના ભાગ રૂપે, ફાઇનાન્‍સ એક્‍ટ, ૨૦૨૪ દ્વારા ૫૦ લાખ રૂપિયાથી વધુ કિંમતના વાહનો અને લક્‍ઝરી સામાન પર TCS ની જોગવાઈ રજૂ કરવામાં આવી હતી. બજેટ ૨૦૨૪ મુજબ, લક્‍ઝરી સામાન પર શ્રીમંત લોકોનો ખર્ચ વધી રહ્યો છે, તેથી કરવેરાની જાળને વિસ્‍તળત કરવા માટે આ નિયમ બનાવવામાં આવ્‍યો છે.

નિષ્‍ણાતો શું કહે છે?

નાંગિયા એન્‍ડરસન એલએલપીના ટેક્‍સ પાર્ટનર સંદીપ ઝુનઝુનવાલા કહે છે કે સરકાર ઉચ્‍ચ મૂલ્‍યના મનોરંજન ખર્ચ પર નિયંત્રણ રાખવા અને લક્‍ઝરી ગુડ્‍સ સેક્‍ટરમાં ઓડિટ ટ્રેઇલને મજબૂત બનાવવાનો ઇરાદો ધરાવે છે. વેચાણકર્તાઓએ હવે સમયસર TOS નિયમોનું પાલન કરવું જરૂરી છે. લક્‍ઝરી સામાન ખરીદનારાઓએ ખરીદી સમયે વધુ KYC દસ્‍તાવેજો આપવા પડશે. એકેએમ ગ્‍લોબલના ટેક્‍સ પાર્ટનર અમિત માધવાણી કહે છે કે આનાથી લક્‍ઝરી ખર્ચાઓને ટ્રેક કરવાનું સરળ બનશે. (૪૦.૧૪)

(9:53 AM IST)