તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
કોલેજમાં પ્રોફેસરે મોબાઈલ વાપરવાની ના પાડી તો મારામારી કરીઃ ગંદી ગાળો આપી
આજના બાળકોને આ શું થયું છે! ઝઘડાનો વિડિઓ ઓનલાઇન વાયરલ :ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે શૈક્ષણિક સંસ્થાઓમાં શિસ્ત અને સન્માનના ઘટતા ધોરણો વિશે ચિંતા વ્યક્ત કરી. ઘણા યુઝર્સે વિદ્યાર્થિના અશિષ્ટ વર્તન માટે તેને ફટકાર લગાવી

વિશાખાપટ્ટનમ,તા.૨૪: આંધ્ર પ્રદેશમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક વિદ્યાર્થિનીએ એક મહિલા લેકચરરને તેના ચપ્પલથી મારતી દેખાઈ રહી છે. આ ઘટના સોમવારે, એપ્રિલ ૨૧ના રોજ, વિશાખાપટ્ટનમની બહારના વિસ્તારમાં આવેલા એક ખાનગી એન્જિનિયરિંગ કોલેજમાં બની હતી. વિદ્યાર્થિનીએ તેમનો મોબાઇલ ફોન જપ્ત કર્યા પછી કેમ્પસમાં લેકચરરને ગાળો આપી અને અચાનક મારામારી શરૂ કરી દીધી હતી.
આ ઘટના એક દિવસ પછી સામે આવી, જ્યારે ઝઘડાનો વિડિઓ ઓનલાઇન વાયરલ થયો. , લેકચરરે કોલેજના પરિસરમાં ફોન પર જોરથી વાત નહીં કરવા માટે વિદ્યાર્થિને ચેતવણી આપી હતી. લેકચરરે ચેતવણી આપી છતાં કોલ કરવાનું ચાલુ રાખતા વિદ્યાર્થિનો મોબાઇલ ફોન લઈ લીધો હતો.
આ પછી, વિદ્યાર્થિનીએ લેકચરરને ગાળો આપવાનું શરૂ કરી દીધું. પરિસ્થિતિ ત્યારે ખરાબ થઈ ગઈ જ્યારે વિદ્યાર્થિનીએ તેના ચપ્પલ કાઢીને અન્ય વિદ્યાર્થીઓની સામે લેકચરરને મારવા લાગી. ત્યાં હાજર એક વિદ્યાર્થીએ આ સમગ્ર ઘટનાનો વિડિઓ રેકોર્ડ કર્યો હતો. વિડિઓ ઓનલાઇન વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો વિદ્યાર્થીઓ પર ખૂબ ગુસ્સો કરી રહ્યા છે.
ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે શૈક્ષણિક સંસ્થાઓમાં શિસ્ત અને સન્માનના ઘટતા ધોરણો વિશે ચિંતા વ્યક્ત કરી. ઘણા યુઝર્સે વિદ્યાર્થિના અશિષ્ટ વર્તન માટે તેને ફટકાર લગાવી, જેમાં એકે લખ્યું, હાલના શિક્ષકોને નાની સલાહ છે કે આ વિદ્યાર્થીઓને જે કરવું છે તે કરવા દો, તેમને સુધારવાનો પ્રયાસ ન કરો, તેઓ હવે ૯૦ના દાયકાના બાળકો જેવા નથી. તેઓ સ્પષ્ટ રીતે જાણે છે કે તેઓ ખોટા માર્ગ પર છે અને સમય તેમને પાછા લાવશે, ત્યારે તેમને સમજ આવશે.
મહેરબાની કરીને આવા પ્રકારના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપશો નહીં. હું વિનંતી કરું છું કે વિદ્યાર્થીને કોલેજમાંથી ટીસી સાથે ખરાબ પાત્રતા સાથે કાઢી નાખો, બીજા એકે પોસ્ટ કર્યું. એક યુઝરે કહ્યું, વિદ્યાર્થીએ તેના કળત્ય માટે કડક પરિણામોનો સામનો કરવો જોઈએ.ૅ આ દુર્ભાગ્યપૂર્ણ છે, તે વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યોના ઘટતા સંકેત છે, શાળાના/કોલેજના સ્ટાફ માટે કોઈ સુરક્ષા નથી.(૪૦.૭)
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
