<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

પહલગામમાં આતંકી હુમલા બાદ સેનાની મોટી કાર્યવાહીઃ ૧૫૦૦ જેટલા શંકાસ્‍પદની ધરપકડ

રક્ષામંત્રી રાજનાથ સિંહએ કહ્યું કે આકરો જવાબ મળશે

શ્રીનગર તા.૨૪: પહલગામમાં કાયરતાપૂર્ણ આતંકી હુમલા બાદ સુરક્ષાદળોએ ધરપકડ કરવાનું શરુ કરી દીધું છે. આખા જમ્‍મુ અને કાશ્‍મીરમાંથી ૧૫૦૦થી વધારે લોકોને કસ્‍ટડીમાં લેવામાં આવ્‍યા છે. તેમની પાસેથી પહલગામમાં પર્યટકો પર કરવામાં આવેલા હુમલાને લઈને પૂછપરછ થઈ રહી છે. આ બાજુ નવી દિલ્‍હીમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીની અધ્‍યક્ષતામાં સુરક્ષા પર કેબિનેટ સમિતિની બેઠક ચાલી રહી છે.

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના એક દિવસ બાદ બુધવારે રક્ષામંત્રી રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્‍યું છે. સિંહે કહ્યું કે, આતંકી હુમલાનો સણસણતો જવાબ આપવામાં આવશે અને ટૂંક સમયમાં ભારત તરફથી એક્‍શન લેવામાં આવશે. રક્ષા મંત્રીએ કહ્યું કે, કાલે પહલગામમાં ધર્મને ટાર્ગેટ બનાવતા, આતંકીઓએ કાયરતાપૂર્ણ હુમલામાં આપણા દેશના અનેક નિર્દોષ લોકોને ખોયા. આ ઘોર અમાનવીય કળત્‍યએ આપણને સૌને ઊંડા શોક અને દુખમાં ડૂબાડી દીધા છે. સૌથી પહેલા હું આ તમામ પરિવારો પ્રત્‍યે ઊંડી સંવેદના વ્‍યક્‍ત કરુ છું, જેમણે પોતાના પ્રિયજનો ખોયા છે. આ દુખદ સમયમાં દિવંગત આત્‍માઓની શાંતિ માટે, હું ઈશ્વર પાસે પ્રાર્થના કરુ છું.

સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, ૅઆતંકવાદ સામે આપણી પાસે જીરો ટોલરેંસ પોલિસી છે. ભારતનો દરેક નાગરિક આ કાયરતાપૂર્ણ કળત્‍ય સામે એકજૂથ છે. ભારતને ડરાવી શકાય નહીં. હું દેશવાસીઓને ખાતરી આપું છું કે, આ ઘટનાને ધ્‍યાનમાં રાખીને, ભારત સરકાર દરેક જરૂરી અને યોગ્‍ય પગલું ભરશે.(૩૮.૪)

(10:19 AM IST)