<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

આતંકવાદીઓની માહિતી આપનારને ૨૦ લાખ રૂપિયા ઈનામ

પોલીસે લોકોને કોઈપણ ડર વગર આગળ આવવા અને માહિતી આપવા અપીલ કરી

પહેલગામ તા.૨૪: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ જમ્‍મુ-કાશ્‍મીર પોલીસે આતંકવાદીઓને પકડવા માટે ૨૦ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. આ હુમલામાં ૨૮ લોકો માર્યા ગયા હતા અને ૨૦ લોકો ઘાયલ થયા હતા. આ હુમલા બાદ સરકાર હરકતમાં આવી ગઈ છે. પીએમ મોદીએ સીસીએસની એક મોટી બેઠક યોજી. આમાં સુરક્ષા અંગે વાત કરવામાં આવી હતી અને આગળ શું કરવું તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. હુમલા બાદ જમ્‍મુ-કાશ્‍મીરમાં તણાવ વધી ગયો છે. બારામુલ્લામાં નિયંત્રણ રેખા પર સેનાએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્‍ફળ બનાવ્‍યો અને બે આતંકવાદીઓને ઠાર માર્યા. કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્‍ચે એન્‍કાઉન્‍ટર પણ થયું.

જમ્‍મુ કાશ્‍મીર પોલીસનું કહેવું છે કે ગુનેગારો વિશે સાચી માહિતી આપનાર કોઈપણ વ્‍યક્‍તિને ૨૦ લાખ રૂપિયાનું ઇનામ મળશે. પોલીસે લોકોને કોઈપણ ડર વગર આગળ આવવા અને માહિતી આપવા અપીલ કરી છે. પોલીસે જણાવ્‍યું હતું કે ગુનેગારો વિશે માહિતી આપનારને ૨૦ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આનો અર્થ એ થયો કે પોલીસ ગુનેગારોને પકડવા માટે શકય તમામ પ્રયાસો કરી રહી છે.(૩૮.૩)

(10:21 AM IST)