<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાને મિસાઇલ પરીક્ષણનો આદેશ આપ્યો : ભારત સાથે તણાવ વચ્ચે મોટો નિર્ણય

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી ભારતમાં ભારે ગુસ્સાનું વાતાવરણ : તો પાકિસ્તાનમાં જવાબી કાર્યવાહીના ડરથી સેના એલર્ટ : 24-25 એપ્રિલે કરાચીના દરિયાકાંઠે સપાટીથી સપાટી પર માર કરતી મિસાઇલનું પરીક્ષણ કરશે

કરાચી: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સાથે વધતા તણાવ વચ્ચે પાકિસ્તાને એક મોટો નિર્ણય લીધો છે. સમગ્ર ભારતમાં આ હુમલાને કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના પગલે પાકિસ્તાનમાં પણ ડરનો માહોલ છે. પાકિસ્તાનને ભીતિ છે કે ક્યાંક ભારત દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ કારણોસર પાકિસ્તાનની સેના પણ એલર્ટ મોડ પર છે.

આ દરમિયાન, પાકિસ્તાને 24-25 એપ્રિલના રોજ પોતાના વિશેષ આર્થિક ક્ષેત્રની અંદર કરાચીના દરિયાકાંઠે સપાટીથી સપાટી પર માર કરતી મિસાઇલનું પરીક્ષણ કરવા માટે સૂચના જારી કરી છે. આ નિર્ણય ભારત સાથે વધતા તણાવ વચ્ચે લેવામાં આવ્યો છે, જેને ઘણા નિષ્ણાતો પાકિસ્તાન દ્વારા પોતાની સૈન્ય તૈયારી દર્શાવવાના પ્રયાસ તરીકે જોઈ રહ્યા છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ આ ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહી છે.

 

(11:18 AM IST)