News of Thursday, 24th April 2025
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ ૧૯
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધિ-૫૯:‘‘ પ્રિયે, ના સુખમાં અને ના દુઃખમાં પરંતુ બંનેની વચમાં અવધાનને સ્થિર કરો''
કોઇપણ ધ્રુવોને, વિપરીતતાઓને પસંદ કરો અને એમની મધ્યમાં સ્થિર થવાની ચેષ્ટા કરો એ મધ્યમાં થવા તમે શું કરશો? મધ્યમાં કેવી રીતે બનશો. એક વાત કે જયારે દુઃખમાં હોવ છો તો તમે શું કરો છો? જયારે દુઃખ આવે છે તો તમે એનાથી બચવા માગો છો, નાસવા માગો છો. તમે દુઃખ નથી ચાહતા, તમે એનાથી ભાગવા માગો છો તમારો પ્રયત્ન એવો રહે છે કે તમે એનાથી વિપરીત મેળવી લો. સુખને પામી જાઓ, આનંદ પામી જાઓ જયારે સુખ આવે છે તો શુ કરોછો? તમે એવી ચેષ્ટા કરો છો કે સુખ બનેલુ રહે, જેથી દુઃખ ના આવી જાય તમે એને ચોંટેલા રહેવા માગો છો તમે સુખને પકડી રાખવા માગો છો, દુઃખથી બચવા માગો છો. આ જ સ્વાભાવિક દૃષ્ટિકોણ છે, રીત છે. જો તમે આ પ્રાકૃતિક નિયમને બદલવા માગો છો, એની પાર જવા માગો છો તો જયારે દુઃખ આવે ત્યારે એનાથી ભાગવાનો પ્રયત્ન ના કરો. એની સાથે રહો, એને ભોગવો એવું કરીને તમે એની આખી પ્રાકૃતિક વ્યવસ્થાને અસ્તવ્યસ્ત કરી નાખશો. તમારૂ માથું દુઃખે છે, એની સાથે રહો આંખો બંધ કરી દો અને માથાના દુઃખાવા ઉપર ધ્યાન કરો એની સાથે રહો કશું જ ના કરો, બસ સાક્ષી રહો એનાથી ભાગવાની ચેષ્ટા ના કરો અને જયારે સુખ આવે અને તેમ કોઇ ક્ષણે વિશેષ રૂપે આનંદનો અનુભવ કરો તો એને પકડીને ચોંટીના જાઓ આંખો બંધ રાખીને એના સાક્ષી બની જાઓ.
સુખને પકડવું અને દુઃખથી ભાગવુંધૂળ ભરેલા ચિત્તનો સ્વાભાવિક ગુણ છે અને જો તમે સાક્ષી રહી શકો તો ગમે ત્યારે તમે મધ્યને પામી જશો પ્રાકૃતિક નિયમ તો એવો છે કે એકથી બીજી અતિ ઉપર આવતા-જતા રહો. જો તમે સાક્ષી રહી શકો તો તમે મધ્યમાં હશો. (૩.૩)
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
