તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
પાકિસ્તાને પહેલગામ હુમલાનો જશ્ન મનાવ્યો? દિલ્હીમાં પાક હાઈ કમિશનમાં કેક મંગાવાયો : જુઓ વાયરલ વિડીયો
પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે આકરા પગલાં લીધાં : દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનમાં કેક લઈ જતો વ્યક્તિ દેખાતાં વિવાદ : ભાજપ નેતાએ જશ્ન મનાવવાનો દાવો કર્યો

Delhi: A Pakistani national was seen carrying a cake into the Pakistan High Commission pic.twitter.com/TeUnrpsJlI
— IANS (@ians_india) April 24, 2025
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને સમગ્ર ભારતમાં રોષનું વાતાવરણ છે. આ દરમિયાન દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનમાં કેક મંગાવવામાં આવ્યો હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. ભાજપના એક નેતાએ આ વિડીયો પોસ્ટ કરીને આવો દાવો કર્યો છે.
વાયરલ વિડીયોમાં એક વ્યક્તિ પાકિસ્તાન હાઈ કમિશનમાં કેક લઈને જતો દેખાઈ રહ્યો છે. બહાર ઊભેલા પત્રકારોએ જ્યારે તેને કેક વિશે પૂછ્યું તો તેણે કોઈ જવાબ આપ્યો નહોતો. સમાચાર એજન્સી IANSએ આ વિડીયો પોતાના સત્તાવાર X એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જેમાં કેપ્શન લખવામાં આવ્યું છે કે - પાકિસ્તાની નાગરિક પાકિસ્તાન હાઈ કમિશનમાં કેક લઈ જતો જોવા મળ્યો.
ભાજપના નેતા નવીન કુમાર જિંદલે પણ આ વિડીયો પોતાના X એકાઉન્ટ પર શેર કર્યો છે. તેમણે કહ્યું કે શું પાકિસ્તાન હાઈ કમિશનમાં પહેલગામ હુમલાની ખુશીમાં જશ્ન મનાવવાની તૈયારી થઈ રહી છે? ભારત છોડતા પહેલાં? તેમણે સ્પષ્ટતા કરી કે આ વિડીયો પાકિસ્તાન હાઈ કમિશન, દિલ્હીનો છે અને આ વ્યક્તિ ત્યાં કેક પહોંચાડવા જઈ રહ્યો છે.
નોંધનીય છે કે ભારતે પાકિસ્તાની હાઈ કમિશનમાં તૈનાત સૈન્ય, નૌકાદળ અને વાયુસેના સલાહકારોને અનિચ્છનીય વ્યક્તિ (પર્સના નોન ગ્રાટા) જાહેર કરી દીધા છે. આ સલાહકારોને એક સપ્તાહની અંદર ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ ભારતે ઇસ્લામાબાદ સ્થિત પોતાના દૂતાવાસમાંથી પણ આ પદો પર તૈનાત અધિકારીઓને પાછા બોલાવી લીધા છે. પાંચ સહાયક કર્મચારીઓને પણ પાછા બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પાકિસ્તાન હાઈ કમિશનના કર્મચારીઓની સંખ્યા 55 થી ઘટાડીને 30 કરી દેવામાં આવી છે. આ બધા પગલાં પહેલગામ હુમલાના પગલે લેવામાં આવ્યા છે. હાઈ કમિશનમાં કેક જોવા મળતા વિવાદ સર્જાયો છે.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
