તા. ૨૪ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 24th April 2025
દેશમાં મુસ્લીમોને દબાવાય છે, એટલે ધર્મ પુછી પુછીને માર્યા
પહલગામ હુમલામાં રોબર્ટ વાડ્રાના શરમજનક નિવેદનથી દેશભરમાં રાજકીય વિવાદ

નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ પહલગામ આતંકી હુમલા પર પ્રતિક્રીયા આપતા કહયું કે આતંકવાદીઓએ લોકોના આઇડી કાર્ડ જોઇએ માર્યા કેમકે તેમને લાગે છે કે દેશમાં મુસ્લીમોને દબાવાઇ રહયાં છે. વાડ્રાના આ નિવેદનથી રાજકીય વિવાદ ઉભો થઇ ગયો છે. ભાજપાએ રોબર્ટ વાડ્રા પર નિશાન તાકયું છે. ભાજપા નેતા શહજાદ પુનાવાલાએ આને શરમજનક સ્ટેટમેન્ટ ગણાવ્યું છે.
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ કહયું કે મને બહું ખરાબ લાગી રહયું છે અને મારી ઉંડી સહાનુભુતી આ હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે છે. આપણા દેશમાં આપણે જોઇએ છીએ કે આ સરકાર હિંદુત્વની વાતો કરે છે અને લઘુમતીઓ પોતાને અસહજ અને હેરાન હોવાનું અનુભવે છે. જો તમે આ આતંકવાદી હુમલાનું વિશ્લેષણ કરો તો સમજાશે કે તેઓ લોકોના આઇડી કેમ જોઇ રહયાં છે, કારણકે આપણા દેશમાં હિંદુઓ અને મુસલમાનો વચ્ચે એક વિભાજન થઇ ગયું છે.
રોબર્ટ વાડ્રાના નિવેદનને ભાજપાએ શરમજનક ગણાવ્યું છે. ભાજપા નેતા શહજાદ પુનાવાલાએ કહયું કે આ કોંગ્રેસ પક્ષ, રોબર્ટ વાડ્રા દ્વારા સોનીયા ગાંધી, રાહુલ ગાંધીના ઇશારે પાકીસ્તાની આતંકીઓને બચાવ કરવા માટે ઇસ્લામીક જેહાદના આ અપરાધને સફેદ કરવા માટે તેમને કલીનચીટ આપવા અને હીંદુઓને દોષી ઠેરવવા તથા આતંકને સાચો ઠેરવવા માટે કરવામાં આવેલ સૌથી શરમજનક બયાન છે. ર૬/૧૧ પછી તેમણે હીંદુઓને દોષી ઠેરવ્યા, પુલવામાં હુમલા પછી તેમણે સુરક્ષાદળોને દોષી ઠેરવ્યા હતાં.
ભાજપા આઇટી સેલના પ્રમુખ અમીત માલવીયાએ એકસ પર લખ્યું ‘‘આヘર્યજનક! સોનીયા ગાંધીના જમાઇ વાડ્રા બેશરમી પુર્વક આતંક કૃત્યનો બચાવ કરી રહયાં છે. આતંકવાદીઓની નિંદા કરવાને બદલે તેમને રક્ષણ આપી રહયાં છે. તેઓ ત્યાંજ નથી રોકાતા પણ પાકીસ્તાની આતંકવાદીઓ દ્વારા કરાયેલ અત્યાચારે માટે ભારતને દોષીત ગણાવે છે.''
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
