તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
ભારત ઇઝરાયલ કરતા પણ વધુ ઘાતક કાર્યવાહીની તૈયારીઓ
પહેલગામ હુમલો હમાસ જેવી પેટર્ન દર્શાવે છે એજન્સીઓ એ રહસ્ય પણ ઉકેલવાનો પ્રયાસ કરશે કે શું પીઓકેમાં દેખાતા જૈશ, લશ્કર અને હમાસના જોડાણનો આ હુમલા પાછળ કોઈ હાથ છે

નવી દિલ્હી તા.૨૪: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે. હવે બધા ભારત સરકારના પગલાંની રાહ જોઈ રહ્યા છે. ગઈકાલની બેઠકમાં ઘણા કડક પગલાં લેવામાં આવ્યા છે. જોકે, લોકો હજુ પણ સરહદ પાર કરીને કાર્યવાહી થાય તેની રાહ જોઈ રહ્યા છે. પહેલગામ હુમલો ઇઝરાયલમાં હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાઓની પેટર્નને અનુસરે છે. બંને સ્થળોએ, આતંકવાદીઓનું નિશાન ઉજવણી કરી રહેલા સામાન્ય લોકો હતા. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે આ હુમલો પીઓકેમાં આયોજિત કરવામાં આવ્યો હતો અને તે પાકિસ્તાની સેના અને આઈએસઆઈની જાણકારીથી થયો હતો.
એજન્સીઓ એ રહસ્ય પણ ઉકેલવાનો પ્રયાસ કરશે કે શું પીઓકેમાં દેખાતા જૈશ, લશ્કર અને હમાસના જોડાણનો આ હુમલા પાછળ કોઈ હાથ છે. આ કારણે હુમલાની પેટર્ન એવી જ રહી. છેલ્લા કેટલાક સમયથી, પાકિસ્તાનમાં આતંકવાદી નેટવર્ક ફરી એકવાર ખૂબ સક્રિય થઈ ગયું છે. ખુલ્લી સભાઓમાં કાશ્મીરના નામે ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની આર્મી ચીફ ઉપરાંત, આતંકવાદી નેતાઓ દ્વારા થોડા સમય પહેલા આપવામાં આવેલ ઉશ્કેરણીજનક ભાષણ પણ એજન્સીઓની તપાસના દાયરામાં છે.
પીઓકેમાં હમાસના નેતાઓ જોવા મળ્યા
સૂત્રોએ જણાવ્યું હતું કે હમાસના વરિષ્ઠ નેતાઓને છેલ્લે લગભગ ૭૫ દિવસ પહેલા પાકિસ્તાન અધિકળત કાશ્મીર (PoK) માં એક રેલી અને કોન્ફરન્સમાં જાહેરમાં જોવા મળ્યા હતા. એજન્સીઓને એક ઘટનામાં લશ્કર-એ-તૈયબા (LeT) અને લશ્કર-એ-મુસ્તફા (LEM) જેવા આતંકવાદી જૂથોના ટોચના નેતળત્વની ભાગીદારીના અહેવાલો પણ મળ્યા હતા. આ પછી, જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા બે દાયકામાં સૌથી ઘાતક આતંકવાદી હુમલો થયો, તેથી એજન્સીઓની ચિંતા વધી ગઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ પૂંછથી આવતા માર્ગનો ઉપયોગ કરતા હતા જે કોન્ફરન્સ યોજાઈ હતી તે સ્થળની સૌથી નજીક છે. જોકે, એજન્સીઓએ હજુ સુધી હુમલામાં હમાસની પ્રત્યક્ષ કે પરોક્ષ સંડોવણીના નિર્ણાયક પુરાવા કે લિંક સ્થાપિત કરી નથી.
આ વખતે સરકાર કડક સંદેશ આપવાની તૈયારી કરી રહી છે
હાલમાં, પહેલગામમાં સુરક્ષા એજન્સીઓનું ઓપરેશન ચાલી રહ્યું છે. FSL ટીમો સાથે NIA ટીમ પણ ઘટનાસ્થળે હાજર છે. સરકાર અને એજન્સીઓનો ઈરાદો સ્પષ્ટ છે કે આ વખતે એટલો મજબૂત સંદેશ આપવામાં આવશે કે આતંકવાદીઓને પણ ખ્યાલ આવે કે નિર્દોષ લોકોની હત્યા કરીને તેમણે ઘણા પરિવારોને કેટલું દુઃખ પહોંચાડ્યું છે.
કોન્ફરન્સમાં ૯૦-૧૦૦ આતંકવાદીઓ ભેગા થયા હતા
૫ ફેબ્રુઆરીના રોજ પીઓકેના રાવલકોટમાં આયોજિત કાશ્મીર સોલિડેરિટી એન્ડ હમાસ ઓપરેશન અલ-અક્સા ફ્લડઁમાં લગભગ ૯૦-૧૦૦ આતંકવાદીઓ હાજર હતા. ઇઝરાયલ અને ભારત સામે પાકિસ્તાન અને પેલેસ્ટાઇન વચ્ચે સંયુક્ત મોરચો રચવા માટે આનું આયોજન કરવામાં આવ્યું હતું. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે હમાસના નેતાઓ ડૉ. ખાલિદ કદ્દૌમી, ડો. નાજી ઝહીર, મુફ્તી આઝમ અને અન્ય પાંચ લોકોએ સભાને સંબોધિત કરી હતી.
જૈશનો ચીફ સક્રિય
જૈશનો વડા પણ છેલ્લા કેટલાક સમયથી સક્રિય થઈ ગયો છે. એજન્સીઓ માને છે કે આ હુમલો ફક્ત TRF દ્વારા જ થઈ શકયો ન હોત. આની પાછળ એક મોટું ષડયંત્ર છે અને તેમાં અનેક વિદેશી આતંકવાદી જૂથોની સંડોવણી છે.
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
