<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

પોપ ફ્રાન્સિસના નિધન બદલ શોક સંદેશો પાઠવતા શ્રી શ્રી રવિશંકરજી

રાજકોટઃ હીઝ હોલિનેસ પોપ ફ્રાન્સિસ નાં નિધનને અનુલક્ષીને, વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોના પુનૅંસ્થાપન માટે કાર્યરત અને આધ્યાત્મિક ગુરુ, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરર્જીંએ (શોક) સંદેશ પાઠવેલ છે. પોપ ફ્રાન્સિસ પૂર્ણ આસ્તિકતા સહ પરંપરાગત મૂલ્યોમાં શ્રદ્ધા ધરાવતા હતા, તેમ છતાં તેમની વિચારદ્રષ્ટિ વિશિષ્ટ હતી. તેઓ સુધારાવાદી હતા અને વિભિન્ન ધર્મો વચ્ચે પરસ્પર સંવાદની સ્થાપના થાય તે માટે પ્રબળ સમર્થક હતા. પર્યાવરણ સુરક્ષા માટે તથા હ્યૂમન ટ્રાફિકિંગને અટકાવવા માટેના તેમના પ્રયાસો અત્યંત સરાહનીય છે. આર્ટ ઓફ લિવિંગ દ્વારા દિલ્લી અને વોશિંગ્ટન ડી.સી. ખાતે યોજાયેલ વર્લ્ડ કલ્ચરલ ફેસ્ટિવલમાં પણ તેઓએ પોતાના પ્રતિનિધિ સાથે સદભાવના સંદેશ પાઠવ્યો હતો.

(4:20 PM IST)