<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

EDની મોટી કાર્યવાહી, FIITJEEના દિલ્હી-નોઈડા સહિત ૧૦ સ્થળોએ દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED) એ શૈક્ષણિક સંસ્થા FIITJEE સામે મોટી કાર્યવાહી કરી છે. દિલ્લી, નોઈડા અને ગુરુગ્રામ સહિત કુલ ૧૦ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે

નવી દિલ્હી તા.૨૪: એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED) એ શૈક્ષણિક સંસ્થા FIITJEE સામે મોટી કાર્યવાહી કરતાં દિલ્હીની મેન બ્રાંચ સહિત કુલ ૧૦ સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડાઓ દિલ્હીના મલિક ડી.કે. ગોયલના રહેઠાણો અને ઓફિસો, તેમજ નોઈડા અને ગુરુગ્રામ સ્થિત તેમના સંકળાયેલા સ્થાનો પર પડાયા હતા.

આ કાર્યવાહી પાછળનો મુખ્ય ઉદ્દેશ છે કે FIITJEE દ્વારા કરાયેલ નાણાકીય અનિયમિતતાઓ અને કથિત કાળા ધંધાનું પર્દાફાશ કરવું. ચ્ઝ્ર ના જણાવ્યા મુજબ, FIITJEEના માલિકોએ અંદાજે રૂ ા.૧૨ કરોડનો નફો કમાવ્યો હતો જ્યારે સંસ્થા દેશભરમાં અનેક સેન્ટરો બંધ કરતી ગઈ છે. આ બંધ થયેલા સેન્ટરોને કારણે લગભગ ૧૨,૦૦૦ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં લટકી રહ્યું છે. ફેબ્રુઆરીની શરૂ આતમાં, નોઈડા પોલીસે FIITJEE સાથે જોડાયેલા કેટલીક બેંક ખાતાઓને ફ્રીઝ કર્યા હતા. ત્યારબાદ, ગોયલ સાથે સંબંધિત વિવિધ ખાતાઓમાંથી રૂ ા.૧૧.૧૧ કરોડ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઘટના શિક્ષણ જગતમાં ભારે ચર્ચાનો વિષય બની છે અને હવે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ સરકાર અને તપાસ એજન્સીઓ પાસે ન્યાયની માંગ ઉઠાવી છે. EDની આગળની તપાસથી વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.

આ પ્રકારના કથિત આર્થિક કૌભાંડોથી સ્પષ્ટ થાય છે કે શિક્ષણ ક્ષેત્રમાં પણ પારદર્શિતા અને જવાબદારી જાળવવી જરૂ રી છે જેથી ભવિષ્યની પેઢી સાથે અન્યાય ન થાય.(૩૮.૧૮)

(2:56 PM IST)