તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
૩૦ મિનિટ સુધી અંધાધૂંધ ગોળીબાર... દળોને ઘટનાસ્થળે પહોંચવામાં વિલંબ
પહલગામ આતંકી હુમલાની FIRમાં ચોંકાવનારા ઘટસ્ફોટ હુમલાખોરો આર્મી જવાનોના કપડામાં હતા અને અચાનક બૈસારન ખીણની આસપાસના ગાઢ પાઈન જંગલોમાંથી બહાર આવ્યા

નવી દિલ્હી તા.૨૪: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા અંગે નોંધાયેલી એફઆઈઆરમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. એફઆઈઆર મુજબ, આ હુમલો સંપૂર્ણપણે પૂર્વયોજિત હતો અને આતંકીઓએ સરહદ પારથી તેમના હેન્ડલરોના નિર્દેશ પર તેને અંજામ આપ્યો હતો. આતંકીઓએ ગેરકાયદે રીતે મેળવેલા ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ કરીને લગભગ ૩૦ મિનિટ સુધી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ૨૮ પ્રવાસીઓ માર્યા ગયા. આ હુમલો મંગળવાર (૨૨મી એપ્રિલ) બપોરે ૧.૫૦થી ૨.૨૦ વાગ્યાની વચ્ચે થયો હતો.
અહેવાલ અનુસાર, FIRમાં જણાવાયું છે કે હુમલાખોરો આર્મી જવાનોના કપડામાં હતા અને અચાનક બૈસારન ખીણની આસપાસના ગાઢ પાઈન જંગલોમાંથી બહાર આવ્યા. આ દરમિયાન પ્રવાસીઓ હરિયાળીનો આનંદ માણી રહ્યા હતા. અચાનક ગોળીબાર અને ચીસોનો અવાજ આવ્યો. થોડીવારમાં ઘણાં લોકો જમીન પર પડી ગયા અને ઘણાં ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસને બપોરે ૨.૩૦ વાગ્યે હુમલાની માહિતી મળી હતી અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યાં સુધીમાં હુમલાખોરો ભાગી ગયા હતા. બૈસારન સુધી જવા માટે કોઈ મોટરેબલ રસ્તો ન હોવાથી, સુરક્ષા દળોને ત્યાં પહોંચવામાં ઘણો સમય લાગ્યો.
એફઆઈઆરમાં જણાવાયું છે કે, પોલીસને સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે સરહદ પારથી તેમના આકાઓ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો પર ગેરકાયદે ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ કરીને પહેલગામના બૈસારન ખાતે આતંકી દ્વારા પૂર્વ આયોજિત હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાનો હેતુ માત્ર હત્યા કરવાનો જ નહીં પરંતુ લોકોમાં ભય અને આતંક ફેલાવવાનો પણ હતો.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
