તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
પહેલગામ આતંકી હુમલાની વચ્ચે પાકિસ્તાન ભારતના એક જવાનને પકડી લેતાં બન્ને દેશો વચ્ચે તણાવ વધ્યો
પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ભારતીય બોર્ડર સિક્યુરીટી ફોર્સના જવાનને પંજાબના ફિરોઝપુર બોર્ડર ડિસ્ટ્રીક્ટમાંથી પકડી લીધો

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા ભીષણ આતંકી હુમલાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં પાકિસ્તાને ફરી ટેન્શન વધારતું કામ કર્યું છે. ગુરુવારે પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ભારતીય બોર્ડર સિક્યુરીટી ફોર્સના જવાનને પંજાબના ફિરોઝપુર બોર્ડર ડિસ્ટ્રીક્ટમાંથી પકડી લીધો હતો.
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) જવાનને પંજાબ સરહદ પાર કર્યા બાદ અટકાયતમાં લેવામાં આવ્યો છે અને તેની મુક્તિ માટે બંને દળો વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે, એમ અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, 182મી બટાલિયનના કોન્સ્ટેબલ પીકે સિંહને બુધવારે ફિરોઝપુર સરહદ પારથી પાકિસ્તાન રેન્જર્સ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. જવાન યુનિફોર્મમાં હતા અને તેમની પાસે સર્વિસ રાઈફલ પણ હતી જે પાકિસ્તાની રેન્જર્સે પડાવી લીધાં હતા.
બીએસએફના જવાન પીકે સિંહ છાંયડામાં આરામ કરવા માટે ખેડૂતો સાથે સરહદ ક્રોસ કરી ગયાં હતા અને ત્યાં નજરે પડતાં પાકિસ્તાની રેન્જર્સે તેમની અટકાયત કરી અને ચોકીમાં લઈ ગયાં હતા હથિયાર પણ પડાવી લીધાં હતા, તેમના છૂટકારાના પ્રયાસો ચાલી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પહેલગામમાં પાકિસ્તાની સમર્થિત આતંકીઓએ 26 ભારતીય પ્રવાસીઓની હત્યા કરી નાખી હતી. આતંકીઓએ નામ અને ધર્મ પૂછી પૂછીને હત્યા કરી હતી.
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
