તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
મુકેશ અંબાણીની જાહેરાત :પહેલગામ હુમલાના ઇજાગ્રસ્તોને રિલાયન્સ હોસ્પિટલમાં મળશે મફત સારવાર :કહ્યું -આતંકવાદ માનવતાના દુશ્મન
તેમણે કહ્યું કે આતંકવાદ માનવતાનો દુશ્મન છે. તેને કોઈપણ રીતે અને કોઈપણ વ્યક્તિ દ્વારા સમર્થન આપવું જોઈએ નહી

મુંબઈ : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી આખો દેશ દુઃખી છે. આ હુમલામાં અનેક નિર્દોષ ભારતીયો માર્યા ગયા હતા. રિલાયન્સ પરિવારે આ ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થઈ જાય તેવી સંવેદના વ્યક્ત કરી છે. રિલાયન્સ ફાઉન્ડેશનની સર એચએન હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને ફ્રી સારવાર કરવામાં આવશે તેવી તેમણે જાહેરાત કરી છે.
મુકેશ અંબાણીએ આતંકવાદને માનવતાનો દુશ્મન ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આતંકવાદ માનવતાનો દુશ્મન છે. તેને કોઈપણ રીતે અને કોઈપણ વ્યક્તિ દ્વારા સમર્થન આપવું જોઈએ નહીં. આતંકવાદના ખતરા સામેની નિર્ણાયક લડાઈમાં અમે વડા પ્રધાન, ભારત સરકાર અને સમગ્ર દેશની સાથે છીએ.
આ મુશ્કેલ સમયમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દેશની સાથે છે. કંપની આતંકવાદ સામેની લડાઈમાં સરકારને સંપૂર્ણ સહયોગ આપશે. રિલાયન્સ ફાઉન્ડેશન ઘાયલોને સારી સારવાર આપવા માટે પ્રતિબદ્ધ છે. કંપનીએ એમ પણ કહ્યું કે તે પીડિત પરિવારોની સાથે છે. તે તેમને દરેક શક્ય રીતે મદદ કરશે. રિલાયન્સ માને છે કે આતંકવાદને જડમૂળથી ઉખાડી નાખવો જરૂરી છે.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
