તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Thursday, 24th April 2025
પહેલગામ હુમલાનું ષડયંત્ર પાકિસ્તાનના રાવલપિંડીમાં ઘડાયું સ્થાનિક લોકોની મદદથી સ્થળની રેકી કરાઈ : મોટો ઘટસ્ફોટ
રાવલપિંડીમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠનોની એક સંયુક્ત બેઠક મળી હતી.: આતંકીઓ પાકિસ્તાનથી હથિયાર લઈને આવ્યા હતા

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામ હુમલાએ આખા દેશને હચમચાવી દીધો છે. એજન્સીઓ આતંકવાદીઓને શોધવામાં લાગી છે. ભારતે પાકિસ્તાનને લઈને અનેક મહત્વના નિર્ણયો લીધા છે. ત્યારે આ હુમલાને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. ગુપ્તચર એજન્સીઓના અહેવાલ અનુસાર હુમલાનું ષડયંત્ર પાકિસ્તાનના રાવલપિંડીમાં ઘડાયું હતું.
ભારતીય ઈન્ટેલીજન્સ એજન્સીઓના મળેલા ઈનપુટ્સ અનુસાર રાવલપિંડીમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠનોની એક સંયુક્ત બેઠક મળી હતી. આતંકવાદીઓએ રાવલપિંડીમાં પહેલગામ પ્રવાસીઓને નિશાન બનાવવાનો પ્લાન બનાવ્યો હતો. એજન્સી અનુસાર આતંકીઓ પાકિસ્તાનથી હથિયાર લઈને આવ્યા હતા.
મળેલી જાણકારી અનુસાર આતંકવાદીઓએ સ્થાનિક લોકોની મદદથી ગ્રાઉન્ડ પર રેકી કરીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. આતંકીઓને ખબર હતી કે ઘટના બાદ તેમને ભાગવાનો મોકો કેવી રીતે મળશે. ઉલ્લેખનીય છે કે રાવલપિંડી પાકિસ્તાની મિલિટ્રીની સૌથી મોટી બેઝ છે. ત્યારે ત્યાં જ હુમલાનr પ્લાનિંગ થવી એ પાકિસ્તાનની ભૂમિકા પર સવાલ કરે છે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
