તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
પહેલગામમાં આતંકીઓને કોણે મોકલ્યા? કોણે પૈસા આપ્યા? કોણે હથિયારો આપ્યા? પાકિસ્તાની સેનાના જ પૂર્વ જવાને પોલ ખોલી
પાકિસ્તાની આર્મીના પૂર્વ સૈનિક આદિલ રાજાએ સનસનીખેજ ખુલાસો કરતા દાવો કર્યો છે કે પહલગામ હુમલો પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીરના ઈશારા પર થયો.

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનું કાવતરું કોણે રચ્યું? કોણ હતું એ જેણે આતંકીઓને મોકલ્યા? કોણે આતંકીઓને મદદ કરી? કોણે પૈસા આપ્યા? કોણે હથિયારો આપ્યા? આ ષડયંત્ર પરથી પડદો પાકિસ્તાની સેનાના જ એક જવાનો ઉઠાવ્યો છે. પાકિસ્તાની આર્મીના પૂર્વ સૈનિક આદિલ રાજાએ સનસનીખેજ ખુલાસો કરતા દાવો કર્યો છે કે પહલગામ હુમલો પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીરના ઈશારા પર થયો. આ ખુલાસાથી પાકિસ્તાન ફરી એક વાર ખુલ્લું પડી ગયું છે.
આદિલ રાજાએ ગુપ્ત સૂત્રોના હવાલેથી દાવો કર્યો છે કે, પહલગામ હુમલો જનરલ આસિમ મુનીરના આદેશ પર થયો છે. મુનીરે જાણી જોઈને આ હુમલો કરાવ્યો, જેથી તેમના વિરુદ્ધ ચાલી રહેલા કેસો દબાવી શકાય. એક ખુરશીના ચક્કરમાં પહલગામમાં માસૂમોના જીવ લઈ લીધા
આદિલ રાજાના જણાવ્યા અનુસાર, મુનીરે પહેલા વિદેશી પાકિસ્તાનીઓને બોલાવીને ભડકાઉ નિવેદનો આપ્યા અને પછી હુમલો કરાવ્યો. સોશિયલ મીડિયામાં તેમણે લખ્યું કે, "જ્યારે હું આ પોસ્ટ લખી રહ્યો છું, તો લોકો મને ભારતીયોના એજન્ટ કહેશે, પણ સત્ય એ છે કે પહલગામ હુમલો મુનીરના કહેવા પર થયો. કેટલાય સિનિયર અધિકારીઓએ ઓફ ધ રેકોર્ડ આ વાત કહી છે."
આદિલ રાજાના આ ખુલાસા બાદ પાકિસ્તાનના ડિફેન્સ એક્સપર્ટ્સ ખુલીને બોલી રહ્યા છે. રિટાયર્ડ મેજર જનરલ હૈદર ખાને કહ્યું કે, "જો આ સત્ય છે, તો આ પાકિસ્તાન માટે શરમજનક છે. આસિમ મુનીરની આ હરકત ન ફક્ત પાકિસ્તાનની છબીને ખરાબ કરી રહી છે, પણ ક્ષેત્રીય શાંતિને પણ ખતરામાં નાખી રહી છે."
પાકિસ્તાની પત્રકાર રુમાન હાશ્મીએ કહ્યું કે, "મુનીરની ભૂલનું પરિણામ આખા પાકિસ્તાનને ભોગવવું પડશે. આ હુમલો તેમની ખુરશી બચાવવાનું ષડયંત્ર હોઈ શકે છે. પણ તેમાં પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર અને વેરવિખેર કરી નાખશે."
એક અન્ય યુઝરે લખ્યું કે, "આસિમ મુનીરે હિન્દુઓ વિરુદ્ધ નફરત ભડકાવી અને હવે તેનું પરિણામ પહલગામમાં લોહી બનીને વહી રહ્યું છે. મુનીરને તરત હટાવો, નહીંતર હાલત વધારે ખરાબ થશે."

(8:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
