<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

મૂર્તિ બનાવવા પીઓપીના બદલે અન્ય પર્યાય પસંદ કરો: આગામી પેઢીને તેનાથી ફાયદો થશે :હાઇકોર્ટ

હાઇ કોર્ટે આ બાબતની સુનાવણી પાંચમી મે સુધી મુલતવી રાખી

મુંબઈ: પ્રકૃતિ માટે હાનિકારક પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)ની મૂર્તિ બનાવવા પર પ્રતિબંધ હોઇ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સુધારિત માર્ગદર્શિકા બહાર પાડી છે જેમાં પીઓપીની મૂર્તિ બનાવવાની મનાઇ કરવામાં આવી છે. તેના વિરોધમાં મૂર્તિકાર સંગઠન તરફથી કરાયેલી અરજીની હાઇ કોર્ટે નોંધ લઇ પીઓપીના બદલે અન્ય પર્યાય પસંદ કરો. આગામી પેઢીને તેનાથી ફાયદો થશે, એવો મત હાઇ કોર્ટે વ્યક્ત કર્યો હતો. હાઇ કોર્ટે આ બાબતની સુનાવણી પાંચમી મે સુધી મુલતવી રાખી છે.
કેન્દ્રીય પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ તરફથી પીઓપી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધને કારણે મૂર્તિકારોના વ્યવસાય પર આડઅસર થઇ છે. તેથી હાઇ કોર્ટમાં મૂર્તિકાર સંગઠનો તરફથી અરજી કરવામાં આવી છે. ગણેશોત્સવના ૯૦ અથવા ૧૨૦ દિવસ પહેલા મૂર્તિ બનાવવાની શરૂઆત કરવામાં આવે છે. આ વર્ષે ઓગસ્ટમાં ગણેશોત્સવ છે. પીઓપી પરનો પ્રતિબંધ કાયમ રહેશે તો અન્ય પર્યાય દ્વારા મૂર્તિ બનાવવામાં આવશે. તેથી ઝડપી સુનાવણી હાથ ધરવામાં આવે એવી માગણી અરજીમાં કરાઇ હતી.

(8:46 PM IST)