તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
ભારત સરકારે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટેના ચોક્કસ કફ સિરપ પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હી: ભારત સરકારે બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ક્લોરફેનિરામાઇન મેલિયેટ અને ફેનીલેફ્રીન હાઇડ્રોક્લોરાઇડ ધરાવતી કફ સિરપના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે. ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ (ડીટીએબી) અને સબજેક્ટ એક્સપર્ટ કમિટીની ભલામણોને પગલે આ નિર્ણય લેવાયો છે. સત્તાવાર નોટિફિકેશન મુજબ, ઉત્પાદકોએ લેબલ અને પેકેજિંગ પર સ્પષ્ટ ચેતવણી ઉમેરવી પડશે કે, "આ ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન ચાર વર્ષથી ઓછી ઉમરના બાળકોમાં ઉપયોગ ન કરવો." ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ (ડીસીજીઆઈ) દ્વારા જારી આદેશમાં હાલના સ્ટોકનું વેચાણ ચાલુ રાખવા માટે સમય આપવાની માંગ પણ ઉઠી છે, પરંતુ સ્પષ્ટ માર્ગદર્શિકા ટૂંક સમયમાં જારી થશે.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
