<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

ભારતે અફઘાનિસ્તાનને ૪.૮ ટન રસીનું દાન આપ્યું

કાબુલ: ભારતે અફઘાનિસ્તાનના લોકો માટે ચાર ટન અને આઠસો કિલો રસીનું દાન આપ્યું છે. વિદેશ મંત્રાલયના સત્તાવાર નિવેદન મુજબ, આ માનવતાવાદી સહાય અફઘાનિસ્તાનમાં આરોગ્ય સેવાઓને મજબૂત કરવા માટે આપવામાં આવી છે. ભારતના રાજદૂતે કાબુલમાં રસીનું વિતરણ કરતા જણાવ્યું કે, "ભારત અફઘાનિસ્તાનના લોકોની સુખાકારી માટે હંમેશા પ્રતિબદ્ધ છે." આ રસીઓમાં પોલિયો, ટિટનસ અને અન્ય રોગો સામે રક્ષણ આપતી રસીઓનો સમાવેશ થાય છે, જે ખાસ કરીને બાળકો અને સગર્ભા સ્ત્રીઓ માટે ઉપયોગી થશે.

(11:24 PM IST)