News of Thursday, 24th April 2025
નફ્ફટાઈની ચરમસીમા પાકિસ્તાનના ઉપ-વડાપ્રધાને પહલગામ હુમલાના આતંકવાદીઓને ‘સ્વાતંત્ર્ય સેનાની’ ગણાવ્યા

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના ઉપ-વડાપ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક દારે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ગુનેગારોને ‘સ્વાતંત્ર્ય સેનાની’ તરીકે ગણાવ્યા છે. આ હુમલામાં છવ્વીસ પ્રવાસીઓના મોત થયા હતા. ભારતે આ નિવેદનની કડક નિંદા કરી છે અને તેને પાકિસ્તાનની આતંકવાદને પ્રોત્સાહન આપતી નીતિનો પુરાવો ગણાવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, "પાકિસ્તાનનું આ વલણ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ચિંતાનો વિષય છે."
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
