તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
ભારતે વીસ દેશોને પહલગામ આતંકવાદી હુમલા અંગે જાણકારી આપી

નવી દિલ્હી: ભારતે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઇ ટાલી, કતાર, જાપાન, ચીન, રશિયા, જર્મની સહિત વીસ દેશોના રાજદૂતોને પહલગામ આતંકવાદી હુમલા અંગે વિગતવાર જાણકારી આપી. વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ આ બ્રીફિંગમાં પાકિસ્તાન દ્વારા આતંકવાદને પ્રાયોજિત કરવાના પુરાવા રજૂ કર્યા. વિદેશ મંત્રાલયના સત્તાવાર નિવેદન મુજબ, આ હુમલામાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાની શાખાનો હાથ હોવાનું મનાય છે. ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકવાદ સામે એકજૂટ થવા અપીલ કરી છે.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
