તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
પહલગામ આતંકી હુમલો: રાહુલ ગાંધીની શ્રીનગર મુલાકાત: દેશભરમાં વિરોધ પ્રદર્શન: દિલ્હીમાં વેપારીઓ દ્વારા બંધ અયોધ્યામાં કેન્ડલ માર્ચ

શ્રીનગર, જમ્મુ-કાશ્મીર: લોકસભાના વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આજે શ્રીનગરની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેઓ પહલગામમાં થયેલા આતંકી હુમલામાં ઘાયલ થયેલા પ્રવાસીઓ સાથે મુલાકાત કરશે. આ હુમલામાં ૨૬ લોકોનાં મોત થયાં હતાં, જેમાં ગુજરાતના ભાવનગરના ત્રણ પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.
દિલ્હીમાં વેપારીઓનું બંધનું આહ્વાન: પહલગામ આતંકી હુમલાના વિરોધમાં દિલ્હીના વેપારી સંગઠનોએ આજે બંધ પાળી રહ્યા છે. આ બંધ દ્વારા વેપારીઓ આતંકવાદ સામે રોષ વ્યક્ત કરશે અને સરકાર પાસે કડક કાર્યવાહીની માગણી કરશે.
વીએચપી અને બજરંગ દળનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન: વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા પણ આજે પહલગામ હુમલાના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલ છે. તેઓ આ હુમલાને રાષ્ટ્ર વિરોધી કૃત્ય ગણાવી રહ્યા છે અને આતંકવાદ સામે એકજૂટતા દર્શાવવા જનતાને અપીલ કરી રહ્યા છે.
અયોધ્યામાં કેન્ડલ માર્ચ: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં પહલગામ હુમલાના વિરોધમાં લોકોએ કેન્ડલ માર્ચ કાઢી હતી. આ માર્ચમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ, મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને આતંકવાદની નિંદા કરી હતી.
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
