<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

મેડિકલ વીઝા પણ માત્ર ૨૯ એપ્રિલ સુધી વેલિડ

પાકિસ્‍તાની નાગરિકો માટે વીઝા-સર્વિસ તાત્‍કાલિક અમલથી બંધ

નવી દિલ્‍હી, તા.૨૫: પહલગામ આતંકવાદી હુમલા બાદ મળેલી ઉચ્‍ચસ્‍તરીય કૅબિનેટ કમિટી ઑન સિકયૉરિટી (CCS)ની બેઠકમાં લેવામાં આવેલા રાજદ્વારી નિર્ણયોના અનુસંધાનમાં હવે ભારતે પાકિસ્‍તાની નાગરિકો માટેની વીઝાપ્રસર્વિસ તાત્‍કાલિક અસરથી અમલમાં આવે એવી રીતે બંધ કરી દીધી છે. ભારત દ્વારા પાકિસ્‍તાની નાગરિકોને આપવામાં આવેલા તમામ માન્‍ય વીઝા ૨૭ એપ્રિલથી અમલમાં આવે એમ રદ કરી દેવામાં આવ્‍યા છે. આ સિવાય પાકિસ્‍તાની નાગરિકોને આપવામાં આવેલા મેડિકલ વીઝા પણ માત્ર ૨૯ એપ્રિલ સુધી અમલી રહેશે.

જે પાકિસ્‍તાની નાગરિકો હાલ ભારતમાં છે તેમણે તેમના વીઝાની મુદત સમાપ્ત થાય એ પહેલાં ભારત દેશ છોડી દેવાનો રહેશે એવો સુધારો કરવામાં આવ્‍યો છે.

આ સિવાય વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને પાકિસ્‍તાનની મુસાફરી ટાળવાની કડક સલાહ આપી છે. હાલમાં જે ભારતીય નાગરિકો પાકિસ્‍તાનમાં છે તેમને પણ વહેલામાં વહેલી તકે ભારત પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે.(૨૩.૪)

(10:07 AM IST)