તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
GSTમાં વેપારીને ૩ વખત નોટિસ આપ્યા વિના બેંક ખાતા સીઝ કરી દેતા વિવાદ
ટેક્સ અને વ્યાજ ભરવા માટે નોટિસ આપવામાં આવી હતી : જીએસટીના નિયમ પ્રમાણે વેપારીને રૂબરૂ સાંભળ્યા વિના કાર્યવાહી કરી

નવી દિલ્હી,તા.૨૫: જીએસટી એસેસમેન્ટની કામગીરીમાં ટેક્સ અને વ્યાજ સહિતની રકમ વસૂલાત કરવા માટેની નોટિસ આપવામાં આવ્યા બાદ વેપારીએ તે પેટે નાણાં ભરપાઈ કર્યા નહીં હોય તેવા કિસ્સામાં બીજી વખત નોટિસ આપવાની હોય છે. તેમજ વેપારીને સુનાવણી માટે પણ બોલાવવાનો જીએસટીમાં જ નિયમ બનાવવામાં આવ્યો હોવા છતાં સ્ટેટ જીએસટીના અધિકારીઓએ વેપારીના બેંક ખાતા સીઝ કરી દેતા વિવાદ સર્જાયો છે.
જીએસટીમાં એસેસમેન્ટની કામગીરી દરમિયાન જે પણ વેપારીએ સમયસર જીએસટી રિટર્ન ભર્યું નહીં હોય તેને વ્યાજ ભરવા તેમજ ઓછો ટેક્સ ભરપાઈ કર્યો હોય તેવા કિસ્સામાં ટેક્સ ભરવા સહિતના મુદ્દે સ્ટેટ જીએસટી દ્વારા થોડા સમય પહેલા નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસ ફટકારવામાં આવ્યા બાદ વેપારીએ ૩૦ દિવસના સમયગાળામાં અપીલ કરવાની હોય છે. પરંતુ જે વેપારીઓએ અપીલ કરી નહીં હોય તેવા વેપારી પાસેથી ટેક્સ અને વ્યાજની વસૂલાત કરવાની હજુ બાકી છે. આવા વેપારીઓને વધુ એક વખત નોટિસ આપવાના બદલે સીધી બેંક ખાતા સીઝ કરી દેવાની કામગીરી કરવામાં આવતા વિવાદ ઊભો થયો છે, કારણ કે નિયમ પ્રમાણે ત્રણ વખત નોટિસ આપવાની હોય છે. સાથે સાથે વેપારીને રૂબરૂ બોલાવીને સુનાવણી પણ કરવાની હોય છે. આવી કોઈ પણ પ્રકારની કામગીરી કર્યા વિના અધિકારીઓએ સીધા બેંક ખાતા સીઝ કરી દેતા વેપારી દોડતા થઇ ગયા છે.
અધિકારીઓને કામગીરી દેખાડવામાં ભાંગરો વાટયો
ઍસેસમેન્ટમાં આપવામાં આવેલી નોટિસમાં અધિકારીઓઍ કેટલા રૂપિયાની વસુલાત કરવામાં આવી છે તે અંગેની આવતા ઍક બેઠક યોજવામાં આવનાર છે. તેમાં અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવનાર છે. તે પહેલા અધિકારીઓઍ પોતાની કામગીરી દેખાડવા માટે જીઍસટીના નિયમોનું ધરાર ઉલ્લંઘન કરીને વેપારીને ત્રણ વખત નોટિસ આપવા કે રૂબરૂ સાંભળવાના બદલે બેંક ખાતા જ સીઝ કરવાની કાર્યવાહી કરી છે.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
