તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
પાકિસ્તાની હિન્દુઓના વિઝા રદ નહીં થાયઃ ટેન્શન ખતમ થયું
ભારત સરકારની મોટી જાહેરાત : હજારો પાકિસ્તાની હિન્દુ શરણાર્થી વિવિધ ભારતીય શહેરોમાં વસી રહ્યા છે

નવી દિલ્હી,તા.૨૫: પહલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો નિર્ણય લીધો હતો. જેનાથી પાકિસ્તાની હિન્દુઓમાં ચિંતા વધી ગઈ હતી. પણ હવે વિદેશ મંત્રાલયે મોટી જાહેરાત કરતા સ્પષ્ટ કરી દીધું છે કે, પાકિસ્તાની હિન્દુઓના વિઝા રદ નહીં થાય. પાકિસ્તાની હિન્દુ અલ્પસંખ્યક સમુદાયના લોકો, જે ભારતમાં રહે છે, તેમને કોઈ તકલીફ થશે નહીં. આ પગલું માનવીય આધાર પર લેવામાં આવ્યું છે. આ નિર્ણયથી હિન્દુ શરણાર્થીનું ટેન્શન ખતમ થઈ ગયું છે.
વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, જે પાકિસ્તાની હિન્દુઓને લોંગ ટર્મ વિઝા જાહેર કર્યા છે. તેમને પાછા જવું પડશે નહીં. પાકિસ્તાનથી મોટી સંખ્યામાં હિન્દુ પલાયન કરીને ભારત આવ્યા છે અને અહીંના નાગરિકતા માટે અરજી કરી રહ્યા છે.
રાજસ્થાનના જોધપુર, જેસલમેર, બાડમેર અને બીકાનેર જિલ્લામાં પાકિસ્તાની હિન્દુ શરણાર્થીની મોટી સંખ્યા છે. જોધપુરમાં રીતસરની તેમની કોલોનીઓ આવેલી છે. દિલ્હીમાં મજનૂનો ટીલો અને આદર્શ નગર જેવા વિસ્તારમાં પાકિસ્તાની હિન્દુ શરણાર્થી વસેલા છે. હાલમાં જ તેમાંથી અમુક શરણાર્થીઓને નાગરિકતા પણ મળી છે. ગુજરાતના કચ્છ અને અમદાવાદમાં પણ પાકિસ્તાની હિન્દુ શરણાર્થી વસેલા છે. જમ્મુ શહેરમાં લગભગ ૨૬૩૧૯ પાકિસ્તાની હિન્દુ પરિવારો વસેલા છે. જે પાકિસ્તાન અધિકળત જમ્મુ અને કાશ્મીરમાંથી પલાયન કરીને આવ્યા છે.(૪૦.૪)
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
