તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
ઉત્તર સિક્કિમમાં ભારે ભૂસ્ખલનઃ મુશળધાર વરસાદથી રસ્તાઓ બંધ, ૧૦૦૦થી વધુ પ્રવાસીઓ ફસાયા
સાવચેતીના પગલા તરીકે આવતીકાલથી ઉત્તર સિક્કિમ માટે પરમિટ આપવાનું બંધ કરવાનો નિર્ણય લીધો

લાચેન તા.રપઃ ઉત્તર સિક્કિમમાં લાચેન-ચુંગથાંગ રોડ પર મુનશીથાંગ નજીક અને લાચુંગ-ચુંગથાંગ રોડ પર લેમા/બોબ નજીક એક વિશાળ ભૂસ્ખલન થયું છે. આ વિસ્તારમાં સતત મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ અત્યંત જોખમી અને મુસાફરી અશકય બની ગયા છે, ખાસ કરીને રાત્રે
ચુંગથાંગ તરફ જતો મુખ્ય રસ્તો હવે ખુલ્લો હોવા છતાં, ભારે વરસાદને કારણે રાત્રે તેના પર મુસાફરી કરવી સલામત નથી. આવી સ્થિતિમાં, શુક્રવારે ઉત્તર સિક્કિમ માટે કોઈ પરમિટ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત, પહેલાથી જ જારી કરાયેલા તમામ પરમિટ રદ કરવામાં આવ્યા છે.
૧૦૦૦ થી વધુ પ્રવાસીઓ ફસાયા
દરમિયાન, ભારે વરસાદ અને બ્લોક થયેલા રસ્તાઓને કારણે લાચુંગમાં ૧,૦૦૦ થી વધુ પ્રવાસીઓ ફસાયેલા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સિક્કિમ પોલીસના પરમિટ સેલે સાવચેતીના પગલા તરીકે આવતીકાલથી ઉત્તર સિક્કિમ માટે પરમિટ આપવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે.
મંગન જિલ્લાના પોલીસ અધિક્ષક સોનમ દેચુ ભૂટિયાએ જણાવ્યું હતું કે ખરાબ હવામાન અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વહીવટીતંત્રે ચેતવણી જારી કરી
ભૂસ્ખલનના કારણે ઉત્તર સિક્કિમના મુખ્ય પર્યટન સ્થળો જેમ કે લાચેન, લાચુંગ અને યુમથાંગને જોડતા મહત્વપૂર્ણ માર્ગો પ્રભાવિત થયા છે. વસંત અને ઉનાળાની ઋતુમાં આ સ્થળો -વાસીઓમાં ખૂબ જ લોકપ્રિય રહે છે.
અધિકારીઓએ પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓને ચેતવણી આપી છે કે તેઓ આ માર્ગો પર મુસાફરી કરવાનો પ્રયાસ ન કરે કારણ કે વધુ ભૂસ્ખલન અથવા રસ્તા તૂટી પડવાનું જોખમ છે. (૩પ.૧૦)
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
