તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
ભારતીય સેનાનો જોરદાર પ્રહાર : લશ્કરના મોટા કમાન્ડરને ઠાર કર્યો : પહેલગામનો બદલો શરૂ
બંદીપોરામાં સેનાને મોટી સફળતા : લશ્કર-એ-તૈયબાના કમાન્ડર અલ્તાફ લલ્લીને એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતાર્યો : પહેલગામ હુમલાની જવાબદારી લશ્કર સાથે જોડાયેલા ધ રેઝિસ્ટન્સ ફોર્સે લીધી હતી

બંદીપોરા: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારની સાથે સાથે સેના પણ કાર્યવાહીમાં આવી ગઈ છે. સમાચાર છે કે શુક્રવારે બંદીપોરામાં સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ લશ્કર-એ-તૈયબા (LeT)ના કમાન્ડર અલ્તાફ લલ્લીને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. મહત્વની વાત એ છે કે પહેલગામ હુમલાની જવાબદારી પણ લશ્કર સાથે જોડાયેલા ધ રેઝિસ્ટન્સ ફોર્સે લીધી હતી. બુધવારે આતંકવાદીઓએ 26 નિર્દોષ પ્રવાસીઓને ગોળીઓથી મારી નાખ્યા હતા.
22 એપ્રિલના રોજ થયેલા આ હત્યાકાંડ બાદથી જ ખીણમાં ભારતીય સેનાએ પોતાનું અભિયાન તેજ કરી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે સેનાને આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે મળીને સંયુક્ત તલાશી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. લોકેશનની ખબર પડ્યા બાદ આતંકવાદીઓ સાથે લાંબી અથડામણ પણ થઈ હતી, જેમાં સેનાએ મોટી સફળતા મેળવી અને લશ્કરના કમાન્ડરને ખતમ કર્યો. આ કાર્યવાહીને પહેલગામ હુમલાનો બદલો માનવામાં આવી રહ્યો છે. સેના દ્વારા આતંકવાદીઓ સામેની કાર્યવાહી વધુ તીવ્ર બનાવવામાં આવી છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
