તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
પહલગામ ઇજાગ્રસ્તોની મફત સારવાર કરાવશે મુકેશ અંબાણી
નિર્દય આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા માટે આખા રિલાયન્સ પરિવાર તરફથી શોક વ્યક્ત કરીઍ છીઍઃ અમારી પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના છે

મુંબઇ તા.રપઃ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી આખો દેશ દુઃખી છે. આ હુમલામાં ભારતીયોઍ પોતાનો જીવ ગુમાવ્યો છે. રિલાયન્સ પરિવાર ઍ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમેન મુકેશ અંબાણી ઍ હુમલાથી પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુકેશ અંબાણીઍ ઇજાગ્રસ્તોની સારવારની પ્રાર્થના કરી છે અને રિલાયન્સની હૉસ્પિટલમાં મફત સારવારની જાહેરાત કરી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમેન મુકેશ અંબાણી કહ્નાં, ૨૨ ઍપ્રિલ ૨૦૨૫ના પહલગામમાં નિર્દોષ ભારતીયો પર થયેલા નિર્મમ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓ માટે આખો રિલાયન્સ પરિવાર શોક વ્યક્ત કરે છે. અમારી પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના છે. અમે ઇજાગ્રસ્તોના સંપૂર્ણ રીતે સ્વસ્થ થવાની કામના કરીઍ છીઍ. ઇજાગ્રસ્તોને મુંબઈ સ્થિત અમારા રિલાયન્સ ફાઉન્ડેશન સર ઍચઍન હૉસ્પિટલમાં મફત સારવાર કરવામાં આવશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમેન મુકેશ અંબાણીઍ કહ્નાં કે, આતંકવાદ માનવતાનો દુશ્મનૅ છે. આને કોઈપણ રીતે સપૉર્ટ ન મળવો જોઈઍ. તેમણે આગળ કહ્નાં કે આપણે આપણાં પ્રધાનમંત્રી, ભારત સરકાર અને આખા દેશ સાથે આતંકવાદ વિરુદ્ધ આ નિર્ણાયક લડાઈમાં સંપૂર્ણ મજબૂતીથી ઊભા રહેવાનું છે. ૨૨ ઍપ્રિલના કાશ્મીરના સુંદર બૈસરાન ઘાસના મેદાનમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૮ લોકોના મોત નીપજ્યા અને અનેક ઇજાગ્રસ્ત થયા. (૩પ.૪)
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
