તા. ૧૯ એપ્રિલ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ચૈત્ર સુદ - ૧૧ શુક્રવાર
News of Friday, 25th April 2025
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શ્રીનગર પહોંચ્યા : ઘાયલ સૈનિકને મળવા મંજૂરી માંગી
બપોરે 2 વાગ્યે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને મળશે:સ્થાનિક નેતાઓ અને કોંગ્રેસના લોકોને પણ મળે તેવી શક્યતા:રાહુલ ગાંધી સાંજે 4 વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે પણ મુલાકાત કરશે

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી શુક્રવારે શ્રીનગર પહોંચ્યા છે. તેઓ અનંતનાગની હોસ્પિટલમાં દાખલ ઘાયલોને મળવા જઈ રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, એવા સમાચાર છે કે અનંતનાગની હોસ્પિટલમાં કોઈ ઘાયલ નથી. બધાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, તેથી હવે ત્યાં જવાનો કોઈ કાર્યક્રમ નથી.
એક ઘાયલ સૈનિક હોસ્પિટલમાં દાખલ છે, રાહુલ ગાંધીએ તેમને મળવાની પરવાનગી માંગી છે. હવે આ અંગે જવાબની રાહ જોવાઈ રહી છે. રાહુલ ગાંધી બપોરે 2 વાગ્યે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને મળશે. તેઓ સ્થાનિક નેતાઓ અને કોંગ્રેસના લોકોને પણ મળે તેવી શક્યતા છે.
રાહુલ ગાંધી સાંજે 4 વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે પણ મુલાકાત કરશે. આ પછી તેઓ દિલ્હી જવા રવાના થશે.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
