તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
ચાંદી પુનઃ ૧ લાખની સપાટીએ
આજે ૧૦૦૦ રૂા.નો ઉછાળા સાથે છેલ્લા ર૪ કલાકમાં ર૦૦૦ રૂા.નો ભાવવધારોઃ સોનાના ભાવ ૯૮,૭૦૦ રૂા.ની સપાટીએ સ્થિર

રાજકોટ, તા., ૨૫ : સોનાના ભાવ ૧ લાખની સપાટી વટાવી તૂટયા બાદ ચાંદીના ભાવમાં ઉછાળો થતા ચાંદીના ભાવએ પુનઃ ૧ લાખની સપાટીએ પહોંચ્યા છે.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ૧૦૦૦ રૂા.નો ઉછાળો થતા ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૯૯,૦૦૦ રૂા. હતા તે વધીને ૧ લાખ રૂપીયા થયા છે. છેલ્લા ર૪ કલાકમાં ચાંદીમાં ર૦૦૦ રૂા.નો ભાવવધારો થયો છે. ગઇકાલે બપોર પછી ચાંદીના ભાવમાં ઉછાળો થયો હતો. બપોરે ચાંદીના ભાવ ૯૮,૦૦૦ રૂા. હતા તે વધીને રાત્રે ૯૯,૦૦૦ અને આજે સવારે ૧ લાખની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ચાંદીના ભાવ અગાઉ ૧,૦૩,૦૦૦ ની સર્વોચ્ચ સપાટીૃ બનાવ્યા બાદ ભાવો ઘટયા હતા.
જો કે સોનાના ભાવમાં ખાસ કોઇ વધઘટ ન હતી. સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૯૮,૭ં૦૦ રૂા.ની સપાટીએ સ્થિર હતા. (૪.૨૭)
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
