<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

પાકિસ્‍તાન પર ડિજિટલ સ્‍ટ્રાઈકઃભારતમાં પીએસએલનું પ્રસારણ બંધ કર્યુ

ડિજિટલ વ્‍યૂઅરશિપમાં ભારે ઘટાડો થવાની સંભાવનાઃ પીએસએલ આ મહિને ૧૧ એપ્રિલે શરૂ થઇ

નવી દિલ્‍હી તા.રપઃ જમ્‍મુ અને કાશ્‍મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્‍તાન સામે કડક કાર્યવાહી કરી છે. જેમાં સિંધુ જળ સંધિ રદ કરવી, અટારી સરહદ બંધ કરવાની સાથે પાકિસ્‍તાની નાગરિકોને ભારત છોડવાની સૂચનાઓ આપવામાં આવી છે. આ દરમિયાન ભારતમાં પાકિસ્‍તાનમાં ચાલી રહેલી ક્રિકેટ લીગ પીએસએલના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો હોવાના અહેવાલો છે. પીએસએલના સત્તાવાર ડિજિટલ બ્રોડકાસ્‍ટર ફેનકોડ એપે ભારતમાં પીએસએલનું પ્રસારણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે પીએસએલ મેચો હવે ભારતમાં જોઈ શકાશે નહીં.

આ અહેવાલ અનુસાર, ફેનકોડ એ આજથી એટલે કે ૨૪ એપ્રિલથી ભારતમાં ચાલી રહેલી પાકિસ્‍તાન ક્રિકેટ સુપર લીગ પીએસએલ ૨૦૨૫નું પ્રસારણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડને મોટું નુકસાન થવાની શકયતા છે. હાલમાં ભારતમાં ચાલી રહેલી ઇન્‍ડિયન પ્રીમિયર લીગની સાથે, પાકિસ્‍તાનમાં સુપર લીગનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએસએલ આ મહિને ૧૧ એપ્રિલે શરૂ થઇ છે. જેની બધી મેચો ઓટીટી પ્‍લેટફોર્મ ફેનકોડ પર પ્રસારિત થઈ રહી છે.

ફેનકોડના આ નિર્ણય પછી પાકિસ્‍તાન સુપર લીગના ડિજિટલ વ્‍યૂઅરશિપમાં ભારે ઘટાડો થવાની સંભાવના છે. જેની સીધી અસર પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડની આવક પર પડશે.

(3:01 PM IST)