<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

લંડનમાં ભારતીય હાઇ કમિશને શહીદોની યાદમાં શોકસભા યોજીઃ યુકેના પ્રધાનો અને સાંસદો પણ હાજર રહ્યા

લંડનસ્‍થિત ભારતીય હાઇ કમિશન ખાતે પહલગામ આંતકવાદી હુમલામાં શહીદ થયેલા નાગરિકોની યાદમાં એક શોકસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ભારતની અંખડિતતા અને એકતા પ્રત્‍યે સમર્પણ વ્‍યકત કરવામાં આવ્‍યું

આ કાર્યક્રમમાં યુકેના વિદેશ રાજય મંત્રી કેથરીન વેસ્‍ટ, ભારતના કેન્‍દ્રીય રાજય મંત્રી મુરૂગન, યુકેના સાંસદો બોબ બ્‍લેકમેન અને કનિષ્‍ક નારાયણ, હાઉસ ઓફ લોર્ડસના સભ્‍યો બેરોનેસ વર્મા અને લોર્ડ રવાલ, મહારાષ્‍ટ્રના સામાજિક ન્‍યાય મંત્રી  સંજય શિરસાટ તેમજ ભારતીય ડાયસ્‍પોરાના અનેક સભ્‍યોએ હાજરી આપી હતી. 

આ શોકસભામાં હાજર તમામ મહાનુભાવોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને આતંકવાદની નિંદા કરી. ભારતીય હાઇ કમિશનના અધિકારીઓ એ જણાવ્‍યું કે આ કાર્યક્રમ ભારતની એકતા અને આતંકવાદ સામે લડમાં વૈશ્વિક સમર્થનનું પ્રતીક છે, કેથરીન વેસ્‍ે તેમના સંબોધનમાં ભારતના આતંકવાદ વિરૂધ્‍ધના સંઘર્ષમાં યુકેના સમર્થનનો પુનરોચ્‍ચાર કર્યો.

મહારાષ્‍ટ્રના મંત્રી સંજય શિરસોટે ભારતીય ડાયસ્‍પોરાને સંબોધતા જણાવ્‍યું કે, ‘‘ આવા સમયે આપણે એકજૂટ થઇને આતંકવાદનો સામાનો કરવો જોઇએ અને શાંતિનો સંદેશ વિશ્વભરમાં ફેલાવવો જોઇએ.''

સાંસદ બોબ બ્‍લેકમેને પણ ભારત-યુકે સંબંધોની મજબૂતી અને આવા પ્રસંગે એકબીજાને સમર્થન આપવાનું મહત્‍વ રજૂ કર્યુ. આ કાર્યક્રમમાં ભારતીય ડાયસ્‍પોરાના સભ્‍યોએ મોટી સંખ્‍યામાં ભાગ લઇને શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને ભારતની એકતા માટે પ્રાર્થના કરી શોકસભા દરમિયાન એક મિનિટનું મૌન પાળવામાં આવ્‍યું અને શાંતિના સંદેશ સાથે કાર્યક્રમનું સમાપન થયું.  આ ઘટના ભારત અને યુકે વચ્‍ચેના ગાઢ સંબંધો અને વૈશ્વિક સ્‍તરે આતંકવાદ વિરૂધ્‍ધ એકજૂટ થવાની જરૂરિયાતને રેખાંકત કરે છે.

(3:08 PM IST)