<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

ભારે કરી! સુહાગરાતના દિવસે જ દુલ્‍હને કરી એવી ડિમાન્‍ડ કે પતિ પણ ચોંકી ગયો

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પત્‍ની કહે છે કે આજે ખૂબ જ ખાસ દિવસ છે, તો કંઈક ખાસ થવું જોઈએ અને તરત જ એ કહે છે, હું બિયર પીઉં છું પત્‍ની પાસેથી આ સાંભળીને પતિ સંપૂર્ણ રીતે ચોંકી જાય છે અને તેના હોશ ઉડી જાય છે

મુંબઈ,તા.૨૫: સોશિયલ મીડિયામાં રોજ કોઇ ને કોઇ અજબ ગજબ વીડિયો વાયરલ થતો રહે છે. કેટલાક વીડિયો એવા હોય છે જેને જોયા બાદ પેટ પકડીને હાસ્‍ય આવે છે, જ્‍યારે કેટલાક વીડિયો એવા હોય છે કે જેમની શરૂઆત સામાન્‍ય લાગે છે પરંતુ થોડું આગળ જોઈ એટલે ચોંકી જઈએ એવું બને છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં લગ્નની પ્રથમ રાતે પત્‍નીએ એવી માંગણી કરી કે પતિ ચોંકી ગયો. આ વીડિયો ઇન્‍સ્‍ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્‍યો છે અને અત્‍યાર સુધીમાં તેને ૧.૭ મિલિયનથી વધુ લોકો જોઈ ચૂકયા છે.

વિડિયો એક હનીમૂન રૂમનો છે, જ્‍યાં નવયુગલ પોતાની પહેલી રાત્રી માટે આનંદમાં જોવા મળે છે. પરંતુ ત્‍યારે જ પત્‍ની કહે છે કે આજે ખૂબ જ ખાસ દિવસ છે, તો કંઈક ખાસ થવું જોઈએ અને તરત જ એ કહે છે, હું બિયર પીઉં છું પત્‍ની પાસેથી આ સાંભળીને પતિ સંપૂર્ણ રીતે ચોંકી જાય છે અને તેના હોશ ઉડી જાય છે.

પતિ આヘર્યથી પૂછે છે કે, લગ્ન પહેલા તો એવું કંઈ પણ કહ્યું ન હતું આના જવાબમાં પત્‍ની કહે છે કે, લગ્ન પહેલા બધા જૂઠું બોલે છે, મને ખબર છે તમે પણ દારૂ પીતા જ હશો તે વધુમાં કહે છે, તમે પણ લાવો, આજે કંઈ પણ ચાલશે.

પતિ શાંતિથી જવાબ આપે છે કે, હું દારૂ કે સિગારેટ પીતો નથી અને હું નથી ઇચ્‍છતો કે મારી પત્‍ની પણ એવું કરેઁ આ સાંભળીને પત્‍ની ખુશ થઈ જાય છે અને કહે છે કે, ભગવાનનો આભાર, તમે મારી પરિક્ષામાં પાસ થઇ ગયા. હું ફક્‍ત તમારી કસોટી લઈ રહી હતીઁ

વિડિયોની અંતમાં એક ઝટકો આવે છે. પતિ પોતાનું ખિસ્‍સું ખોલે છે અને તેમાંથી તમાકુ કાઢીને ખાવા લાગે છે! હવે વારે વારે આヘર્ય પામનારી પત્‍ની ચહેરો વિચિત્ર બનાવી દે છે. તમે પણ આ વીડિયો જોયા બાદ પોતાની હસી રોકી નહીં શકયા હોવ

વિડિયો જોનાર લોકો આ પર મજેદાર ટિપ્‍પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે લખ્‍યું ખૈની પ્રેમી! તો અન્‍ય લોકોએ હાસ્‍યજનક ઇમોજી સાથે વીડિયોને ખૂબ શેર કર્યો છે. આ વીડિયો ને માત્ર મનોરંજન માટે બનાવવામાં આવ્‍યો છે કે વાસ્‍તવિક છે એ તો કહવું મુશ્‍કેલ છે પણ તે લોકોનું ધ્‍યાન ખેંચવામાં સફળ રહ્યો છે એમાં શંકા નથી

(3:53 PM IST)