તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
પહલગામથી પહેલાના અનેક હુમલામાં સામેલ હતા આ આતંકીઓ, વધુ બે સ્કેચ જાહેર કર્યા

નવી દિલ્હીઃ પહલગામ હુમલાએ સમગ્ર ભારતને હચમચાવી દીધું છે. ત્યારે આ હુમલાના મુખ્ય આરોપીની ઓળખ પાકિસ્તાની નાગરિક હાશિમ મુસા ઉર્ફે સુલેમાન તરીકે થઈ છે. મુસા છેલ્લા એક વર્ષથી જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય હતો અને બહારથી આવતા સુરક્ષા દળો અને કાર્યકરો પર હુમલાઓમાં સામેલ હતો.
અધિકારીઓના જણાવ્યાનુસાર, એવું માનવામાં આવે છે કે મંગળવારે પહલગામના બૈસરન મેદાનમાં પ્રવાસીઓ પર હુમલો કર્યા પછી હાશિમ મુસા ચાર અન્ય આતંકીઓ સાથે પીર પંજાલ રેન્જની ઊંચાઈએ છુપાયેલો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે આ ચાર ગુનેગારોની ઓળખ અલી ઉર્ફે તલ્હા (પાકિસ્તાની), આસિફ ફૌજી (પાકિસ્તાની), આદિલ હુસૈન ઠોકર (અનંતનાગ) અને અહસાન (પુલવામા) તરીકે કરી છે. સ્થાનિક પોલીસે હુમલામાં બચી ગયેલા લોકોની મદદથી આ આતંકીઓના સ્કેચ તૈયાર કરીને જાહેર કર્યા છે.એવી શકયતા છે કે મુસા લશ્કર-એ-તૈયબા તેમજ ખીણમાં સક્રિય અન્ય પાકિસ્તાન સમર્થિત આતંકી જૂથો સાથે કામ કરી રહ્યો છે. એજન્સીઓ આ બાબતની તપાસ કરી રહી છે. આ ઉપરાંત કાશ્મીર ખીણના તે લોકોના સાયબરસ્પેસની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેઓ છેલ્લા કેટલાક મહિનામાં બિન-સ્થાનિક લોકોને નિશાન બનાવવાની યોજના બનાવવા માટે એન્ક્રિપ્ટેડ એપ્સનો ઉપયોગ કરીને લશ્કર અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના સંપર્કમાં હતા.આ સાથે આતંકીઓ વિશે માહિતી આપનારાઓને ૨૦ લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
