તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
આવા અસુરોનો નાશ જરૂરીઃ લડાઈ બે ધર્મો વચ્ચેની નહી પણ ધર્મ અને અધર્મ વચ્ચેની છેઃ ભાગવત
ધર્મ પુછીને હિન્દુ હત્યા કરી ન શકેઃ આતંકીઓનો સફાયો જરૂરી

મુંબઈ, તા.૨૫: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ હુમલાની સખત નિંદા કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે આવા દુષ્ટ લોકો (આતંકવાદીઓ) ને ખતમ કરવાની જરૂર છે. આ લડાઈ બે ધર્મો વચ્ચે નથી, પણ ધર્મ અને અધર્મ વચ્ચેની લડાઈ છે.
મુંબઈમાં એક કાર્યક્રમને સંબોધતા ય્લ્લ્ વડા મોહન ભાગવતે કહ્યું, અત્યારે જે લડાઈ ચાલી રહી છે તે સંપ્રદાયો અને ધર્મો વચ્ચે નથી. તેનો આધાર સંપ્રદાય અને ધર્મ હોઈ શકે છે, પરંતુ આ લડાઈ ‘ધર્મ' અને ‘અધર્મ' વચ્ચે છે. આપણા સૈનિકો કે આપણા લોકોએ કયારેય કોઈને તેમના ધર્મ વિશે પૂછીને માર્યા નથી. કટ્ટરપંથી લોકોએ નિર્દોષ પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછીને માર્યા છે, હિન્દુઓ કયારેય આવું કરી શકતા નથી. એટલા માટે દેશ મજબૂત હોવો જોઈએ.
તેમણે વધુમાં ઉમેર્યું, દરેક વ્યક્તિ દુઃખી છે, આપણા હૃદયમાં ગુસ્સો છે, જે સમજી શકાય તેવું છે, કારણ કે રાક્ષસોનો નાશ કરવા માટે અપાર શક્તિની જરૂર પડે છે. કેટલાક લોકો આ સમજવા તૈયાર નથી, અને હવે તેઓ બદલાઈ શકે તેવી કોઈ શકયતા નથી.
આતંકવાદના નાબૂદી પર ભાર મૂકતા ભાગવતે કહ્યું, રાવણ ભગવાન શિવનો ભક્ત હતો, વેદ જાણતો હતો, એક સારા માનવ બનવા માટે જરૂરી બધું જ હતું, પરંતુ તેણે અપનાવેલું મન અને બુદ્ધિ બદલવા માટે તૈયાર નહોતું. રાવણ મળત્યુ પામ્યા વિના પુનર્જન્મ ન લે ત્યાં સુધી તે બદલાઈ શકતો ન હતો. તેથી રામે તેને બદલવા માટે રાવણનો વધ કર્યો. અસુરોનો નાશ કરવો જ જોઇએ. આ અપેક્ષા છે અને આ અપેક્ષા પૂર્ણ થશે.
તમને જણાવી દઈએ કે મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાંથી ૬ લોકો મહારાષ્ટ્રના હતા. પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે આતંકવાદીઓએ બૈસરન ખીણમાં પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછયું અને પછી જો તેઓ હિન્દુ હોય તો તેમને ગોળી મારી દીધી. આતંકવાદીઓએ પીડિતોને ધર્મ જાણવા માટે અઝાન કહેવાનું પણ કહ્યું. પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાની શાખા, રેઝિસ્ટન્સ ફ્રન્ટ એ પહેલગામ આતંકવાદી હુમલાની જવાબદારી સ્વીકારી.
દરમિયાન, NIA ની એક ટીમે પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા થાણેના ડોમ્બિવલીના ત્રણ લોકોના ઘરની મુલાકાત લીધી અને તેમના પરિવારના સભ્યોની પૂછપરછ કરી. ગુરુવારે સાંજે ૫ થી ૭ વાગ્યાની વચ્ચે NIAની ચાર સભ્યોની ટીમે ડોંબિવલીમાં અતુલ શ્રીકાંત મોને (૪૩), હેમંત સુહાસ જોશી (૪૫) અને સંજય લક્ષ્મણ લેલે (૫૦)ના ઘરની મુલાકાત લીધી. NIA આ ક્રૂર આતંકવાદી હુમલાની તપાસ કરી રહી છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
